Home /News /national-international /હું સીએમ બન્યો ત્યાં સુધી કોઈ બેંકમાં મારું ખાતું ન હતું : PM મોદી

હું સીએમ બન્યો ત્યાં સુધી કોઈ બેંકમાં મારું ખાતું ન હતું : PM મોદી

અક્ષય કુમાર સાથે પીએમ મોદી

માતા- પરિવારથી લઈને જીવન શૈલી સુધીના અનેક વ્યક્તિગત મુદ્દે વડાપ્રધાન મોદીએ અક્ષમ કુમાર સાથે કરી ચર્ચા

ન્યૂઝ 18 ગુજરાતી :  વડાપ્રધાન મોદીએ  ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે પોતાના અંગત જીવન વિશેની અંતરંગ વાતો કરી હતી. નાનપણના શોખથી લઈને સાધુ જેવા જીવન સુધી અને હિમાલયમાં વિતાવેલા સંન્યાસી  જીવનથી લઈને વડાપ્રધાન પદની સફર સુધી પીએમ મોદીએ ખુલ્લા મને તેમની સાથે બધી જ વાત કરી હતી. અક્ષય કુમારને તેમણે જણાવ્યું હતું કે હું વડાપ્રધાન બન્યો ત્યાં સુધી બેંકમાં મારૂ એક પણ એકાઉન્ટ નહોતું. હું જ્યારે વડનગરમાં રહેતો હતો ત્યારે દેનાબેંકમાં મારૂ એક ખાતું ખોલવામાં આવ્યું હતું પરંતુ તેમાં જમા કરાવવા માટે પૈસા નહોતા તેથી એ ખાતું સીએમ બન્યો ત્યાં સુધી બંધ જ પડી રહ્યું હતું. વાંચો અક્ષય કુમાર સાથે પીએમ મોદીની દિલની વાતના અંશો...

આ પણ વાંચો : સંન્યાસ લેવાના સવાલ પર મોદીએ અક્ષય કુમારને શું આપ્યો જવાબ

પ્ર : તમે કેરી ખાવ છો ?

જ : હા હું ખાવ છું, કેરી પણ ખાવ છું અને રસ પણ પીવું છું મને ઝાડ પર પાકેલી કેરી ખાવાનો શોખ હતો, એ સમયે હાઇજીનની સમજ પણ નહોતી એટલે કેરી સીધી તોડી અને ખાઈ લેતો હતી. હવે મારે કંટ્રોલ કરવો પડે છે.

પ્ર : આજે બેંક બેલેન્સ કેટલું?

જ : મુખ્યમંત્રી બન્યા સુધી મારૂ કોઈ બેંક ખાતું હતું. નાનો હતો ત્યારે સ્કૂલમાં દેના બેંકની બ્રાંચ ખુલી હતી, ત્યારે દરેક બાળકોને દેના બેંકે ગલ્લો આપ્યો હતો. ત્યારે મેં પણ ગલ્લો લીધો હતો. પરંતુ મારી પાસે તો પૈસા જ ન હતા તો શું આવે. બેંકે ખાતું તો ખોલી દીધું પણ પૈસા જ ન હતા તો શું જમા કરાવું. હું સીએમ બન્યો ત્યારે પગાર આવ્યો એટલે ખાતું ખુલી ગયું હતું. જ્યારે હું નીકળ્યો ત્યારે મેં મારા અધિકારીઓને બોલાવીને કહ્યું કે મારે પૈસાનો કોઈ ઉપયોગ નથી. આ રકમ મારે જમા આપી દેવી છે. અધિકારીએ કહ્યું કે તમારા પર કોર્ટ કેસ ચાલી રહ્યાં છે, પદ પર નહીં રહો તો શું થશે? પૈસા ક્યાંથી લાવશો? એટલે મેં સંપૂર્ણ રકમ આપવાના બદલે રૂ. 21 લાખ આપ્યા. આ રકમ મેં મારા સચિવાલયના ડ્રાઇવરો, પટ્ટાવાળાની દીકરીઓનાં શિક્ષણ માટે પૈસા આપી દીધા.

આ પણ વાંચો : માતા-ભાઈ અને પરિવારની સાથે કેમ નથી રહેતા PM મોદી? આ છે કારણ

પ્ર : તમે આકરા માસ્તર છો?

જ : હા, હું કડક વહીવટકર્તા છું, પરંતુ આકરા હોવું અલગ વાત છે. હું મારી ટીમ તૈયાર કરાઉં છું, મારૂ પ્રેસર હોય છે, ગુસ્સો આવતો હશે પરંતુ હું વ્યક્ત કરતો નથી. જો તમે ગુસ્સો કરો છો તો મીટિંગનો એજન્ડા દૂર થઈ જાય છે.

પ્ર : મને ગુસ્સો આવે ત્યારે હું બોક્સિંગ બેગ પર ગુસ્સો ઉતારૂ છું, દરિયા કિનારે જઈને રાડો પાડું છું, તમે શું કરો છો?

જ: મને ગુસ્સો આવે છે ત્યારે હું કાગળ લઈને બેસતો હતો, કેવી રીતે થયું, શા માટે થયું, સમગ્ર ઘટના કાગળમાં લખતો હતો. બાદમાં તેને ફાડીને ફેંકી દેતો હતો. આખી કથા લખતો હતો. સમગ્ર ઘટનાક્રમને જીવંત કરી દેતો હતો. આના કારણે મારી લાગણીઓ શમી જતી હતી અને તેમાંથી હું જાણી લેતો હતો કે મારી ભૂલ શું છે.

આ પણ વાંચો :  PM મોદી બોલ્યા- વર્ષે એક બે કુર્તા અને બંગાળી મીઠાઈ મોકલે છે મમતા બેનરજી

પ્ર : તમારૂ ઘર છે, માતા, તો તેમની સાથે રહેવાની ઇચ્છા નથી થતી?

જ : હું નાની ઉંમરે ઘર છોડી ચુક્યો છું એટલે મને લગાવ, મોહ, માયા એવું કઈ નથી. મારી તાલિમ એવી થઈ છે. હવે જીવન એવું થઈ ગયું છે. મારા માતાને બોલાવી લીતો પરંતુ માતાજીએ કહ્યું કે હું અહીંયા રહીને શું કરીશ.

પ્ર : અલાદીનનો ચિરાગ મળે અને જીન ત્રણ ઈચ્ચા પૂરી કરવાનું કહે તો શું માંગશો?

જ : જો મને અલાદીનનો જીન મળી જાય તો હું તેને કહીશ કે જેટલા પણ સમાજશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રીઓ છે તેમના દિમાગમાં એવી વાત ભરી દો કે તેઓ આગામી પેઢીને અલાદીનના ચિરાગવાળી થિયરી ભણાવવાનું બંધ કરી દે. તેમણે મહેનતનું શિક્ષણ આપે.
First published:

Tags: અક્ષય કુમાર, નરેન્દ્ર મોદી