Home /News /national-international /PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’:કહ્યું- જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો
PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’:કહ્યું- જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો
PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’
pariksha pe charcha 2023- જણાવી દઈએ કે આ વર્ષે લગભગ 38.8 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા પે ચર્ચા 2023 માટે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા (15.73 લાખ) કરતા બમણી છે.
દિલ્હી. આજે, 27 જાન્યુઆરી, 2023ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ પ્રોગ્રામમાં કલા ઉત્સવ સ્પર્ધાના લગભગ 80 વિજેતાઓ અને દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં સામેલ છે. આ સિવાય દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનું 'પરીક્ષા પે ચર્ચા' જોઈ શકે છે. પીએમ મોદી આ કાર્યક્રમ દ્વારા સારી તૈયારી અને વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાની યુક્તિઓ જણાવી રહ્યા છે.
જણાવી દઈએ કે આ વર્ષે લગભગ 38.8 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા પે ચર્ચા 2023 માટે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા (15.73 લાખ) કરતા બમણી છે.
વડાપ્રધાને કહ્યું કે આપણે આપણો મોટાભાગનો સમય આપણી સૌથી પસંદગીની વસ્તુઓમાં વિતાવીએ છીએ. પછી જે વિષયો છૂટી જાય છે ત્યારે તેનો ભાગ વધી જાય છે. આવી સ્થિતિમાં પહેલા સૌથી અઘરા વિષય અને પછી સૌથી વધુ ગમતા વિષયને સમય આપો. એક પછી એક પસંદ-નાપસંદના વિષયોને સમય આપો.
The 6th edition of 'Pariksha Pe Charcha' 2023, PM Modi's interaction with students, teachers, and parents, to begin at 11am at Talkatora Stadium in Delhi pic.twitter.com/umcz1Y3NT8
PMએ કહ્યું, શું તમે ક્યારેય તમારી માતાના કામનું નિરિક્ષણ કર્યું છે? માતા દિવસના દરેક કામનું ટાઈમ મેનેજમેન્ટ શ્રેષ્ઠ રીતે કરે છે. માતા પાસે મહત્તમ કામ છે, પરંતુ તેમનું ટાઈમ મેનેજમેન્ટ એટલું સારું છે કે દરેક કામ સમયસર થાય છે.
પરીક્ષામાં નકલથી બચવા માટે પીએમનો મંત્ર
પીએમે કહ્યું કે કેટલાક શિક્ષકો એવા છે જે ટ્યુશન કરાવે છે. તેઓ ઇચ્છે છે કે તેમના વિદ્યાર્થીઓ સારા માર્કસ લાવે, તેથી તેઓ નકલ માટે પ્રોત્સાહિત કરે છે. પીએમે કહ્યું કે જો વિદ્યાર્થીઓ નકલ માટે જેટલી ક્રિએટિવિટી બતાવે છે, એટલી અભ્યાસ માટે બતાવે તો નકલ કરવાની જરૂર જ નથી પડતી.
તમારી અંદરની તાકાત જ તમને આગળ લઈ જશે: PM Modi
પીએમે બાળકોને કહ્યું કે જો કોઈ નકલ કરે અને તમારા કરતાં થોડા વધુ માર્ક્સ મેળવે તો પણ તે તમારા માટે જીવનમાં અવરોધ બની શકે નહીં. તમારી આંતરિક શક્તિ પર વિશ્વાસ રાખો. તમારી જાતને બીજા કરતા ઓછી આંકવી ન જોઈએ.
તમારી ક્ષમતાને ઓળખવાનો પ્રયાસ કરો - પીએમ મોદી
તમારી અંદર જુઓ. આત્મનિરીક્ષણ તમારે તમારી ક્ષમતાઓ, તમારી આકાંક્ષાઓ, તમારા લક્ષ્યોને ઓળખવા જોઈએ અને પછી અન્ય લોકો તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખે છે તેની સાથે તેમને સંરેખિત કરવાનો પ્રયાસ કરો.
સ્માર્ટ વર્ક કરો – પીએમ મોદી
પીએમ મોદીએ સ્માર્ટલી હાર્ડ વર્ક કરવું જરૂરી છે. કેટલાક લોકો હાર્ડ વર્ક કરે છે, કેટલાક લોકો સ્માર્ટ વર્ક કરે છે. પ્રથમ તો કામને ઝીવણટથી સમજવું જરૂરી છે.
PMએ પરીક્ષા પે ચર્ચામાં ટિપ્સ આપી
પરીક્ષા પરની ચર્ચા દરમિયાન વડાપ્રધાને વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં કહ્યું કે કાગળ, પેન, પેન્સિલ લો અને જ્યાં તમે તમારો સમય પસાર કરી રહ્યાં છો તેની ડાયરી પર નોંધ લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર