Home /News /national-international /મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે: રાહુલ ગાંધી

મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

દિલ્હી: રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારા માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીની તબિયત ગત રાત્રે બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ ગયા છે.આ પણ વાંચોઃ સલમાન ખુર્શીદનો 'રામ'વાળા નિવેદનથી યુ-ટર્ન, કહ્યું- રાવણના રસ્તે ચાલી રહી છે ભાજપ

અમે બધા પીએમની સાથે છીએ- પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. આ ઘડીમાં અમે બધા તેમની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય."

ભૂપેશ બઘેલે પણ ટ્વીટ કર્યું

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ ટ્વિટ કરીને પીએમ મોદીની માતાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે લખ્યું કે, "વડાપ્રધાનની આદરણીય માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. અમે બધા તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ." હીરાબેન મોદી આ વર્ષે જૂનમાં 99 વર્ષના થયા હતા. તેમના જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને તેમને મળવા આવ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ પણ હીરાબેન મોદીની તબિયતને લઈને ટ્વિટ કર્યું છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હીરાબાની તબિયતને લઈને PM નરેન્દ્ર મોદી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી શકે છે. જ્યારે વડાપ્રધાન અથવા VVIP અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેમ હોવાથી તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
First published:

Tags: Rahul gandhi tweet