New Year 2020: PM મોદીએ આ ગીતને કર્યું રિટ્વિટ, લખી આ વાત

વડાપ્રધાન મોદીએ 'વર્ષ 2020 ગીત' રિટ્વિટ કરતાં લખ્યું કે, ભારતીયોને સશક્ત કરવાનો પ્રયાસ ચાલુ રહેશે

વડાપ્રધાન મોદીએ 'વર્ષ 2020 ગીત' રિટ્વિટ કરતાં લખ્યું કે, ભારતીયોને સશક્ત કરવાનો પ્રયાસ ચાલુ રહેશે

  • Share this:
    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે વર્ષ 2020માં સાથે મળીને ભારતમાં પરિવર્તન અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત કરવાનો પ્રયાસ ચાલુ રહેશે. વડાપ્રધાને ટ્વિટર એકાઉન્ટ નમો 2.0ને રિટ્વિટ (retweets) કર્યું જેમાં 'વર્ષ 2020 ગીત' શીર્ષકવાળો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. તેઓએ પોતાના ટ્વિટમાં આ ગીતને સુંદર સંકલન ગણાવ્યું.

    'ભારતીયોને સશક્ત કરવાનો પ્રયાસ ચાલુ રહેશે'

    પીએમ મોદીએ કહ્યું કે, તેમાં 2019માં અમે જે પ્રગતિ મેળવી તેના વિશે ઉલ્લેખ છે. તેઓએ કહ્યું કે આશા છે કે 2020માં લોકોની સાથે મળી ભારતમાં પરિવર્તન અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે.

    ઉલ્લેખનીય છે કે, ટ્વિટર એકાઉન્ટ નમો 2.0થી 'વર્ષ 2020 ગીત' વીડિયો જાહેર કરી પુછવામાં આવ્યું કે, 'આશા કરીએ છીએ કે નરેન્દ્ર મોદીજી આપને આ પસંદ આવ્યું હશે.' આ ગીતમાં 2019માં સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વર્ષ 2020માં સરકારના લક્ષ્યોનો ઉલ્લેખ છે.

    વડાપ્રધાન મોદીએ યુવાઓ માટે કહી આ વાત

    વડાપ્રધાને મન કી બાતમાં પણ નવા વર્ષના સંકલ્પ તથા તેની પૂર્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 130 કરોડ દેશવાસીઓના પુરુષાર્થ, તેમના સામર્થ્ય, સંકલ્પ પર અપાર શ્રદ્ધા રાખતાં અમે ચાલી પડ્યા. મન કી બાતમાં ગણિતાચાર્ય માધવનો ઉલ્લેખ કરતાં ટ્વિટર ઉપયોગકર્તા તરફ ધન્યવાદ આપતાં વડાપ્રધાને કહ્યું કે, આપણા સમૃદ્ધ વારસા વિશે જાણવું આપણા સૌ ભારતીયો માટે ગર્વનો વિષય છે. હું આશા રાખું છું કે તે આપણા યુવાઓને આ શતાબ્દીમાં વિજ્ઞાન અને ગણિતને વૈશ્વિક સ્તરે વધુ આગળ ધપાવવા પ્રેરિત કરશે.

    ઉલ્લેખનીય છે કે, મન કી બાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું કે ચૌદમી-પંદરમી સદીમાં, કેરળના સંગમ ગ્રામના માધવે બ્રહ્માંડમાં ઉપસ્થિત ગ્રહોની સ્થિતિ ગણતરી કરવા માટે કેલ્કુલેટરનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાને અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, યુવા ભારતે પ્રતિભાવાન અને ઉજ્જવળ છે. તે માહોલ તૈયાર કરવા માટે જે કંઈ પણ આપણે કરી શકીએ, તેને કરીને ખુશી છે જેમાં યુવા આગળ વધે, ઇનોવેશન કરી શકે અને ખુશહાલ બને.

    આ પણ જુઓ, ભારત સહિત સમગ્ર દુનિયામાં નવા વર્ષનું કંઈક આ રીતે થયું સ્વાગત
    Published by:Mrunal Bhojak
    First published: