Home /News /national-international /

#MissionPaani: PM મોદીનું 'જળ શક્તિ અભિયાન', બચ્ચન અને આમીરે કરી અપીલ

#MissionPaani: PM મોદીનું 'જળ શક્તિ અભિયાન', બચ્ચન અને આમીરે કરી અપીલ

અભિયાનમાં બોલીવૂડ સુપરસ્ટાર્સે પણ લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી, જેમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનના ટ્વીટને વડાપ્રધાન મોદીએ રીટ્વીટ કર્યા હતા.

અભિયાનમાં બોલીવૂડ સુપરસ્ટાર્સે પણ લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી, જેમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનના ટ્વીટને વડાપ્રધાન મોદીએ રીટ્વીટ કર્યા હતા.

    મોદી સરકારના બીજા કાર્યકાળના સૌથી મહત્વકાંક્ષી જળશક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આવનારા પાંચ વર્ષમાં દેશના દરેક શહેર અને ગામડાના દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવામાં આવશે. આ અભિયાનમાં બોલીવૂડ સુપરસ્ટાર્સ પણ લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી, જેમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનના ટ્વીટને વડાપ્રધાન મોદીએ રીટ્વીટ કર્યા હતા.

    ટ્વીટર પર આમીર ખાને જળ શક્તિ અભિયાન પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે જણાવ્યું કે જળ છે તો કાલ છે. આથી આપણે પાણીના એક એક ટીપાને બચાવવાનો પ્રયાસ કરવો જોઇએ. આ આજ માટે નહીં પરંતુ આપણી આવનારી પેઢી માટે બચાવીને રાખવું જોઇએ. આમીર ખાનની આ અપીલના વડાપ્રધાન મોદીએ વખાણ કર્યા અને આ વીડિયોને રીટ્વીટ કરી લખ્યું કે પાણી માટે આમીર ખાને કહેલા તમામ મુદ્દા સાચા છે. આપણે પાણીનો બગાડ થતો અટાવવો જોઇએ અને આ માટે ગ્રાઉન્ડ લેવલથી જાગૃતતા લાવવી પડશે.





    તો જળ શક્તિ અભિયાન ટ્વીટર હેન્ડલ વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેઓએ અપીલ કરી કે જળ એ આપણી પૃથ્વીની અનમોલ ધરોહર છે. આપણે જળ સંચય કરવા માટે જન આંદોલન કરવાની જરૂર છે. ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે, આવો આપણે વર્ષાઋતુના પાણીનો સંગ્રહ કરીએ અને જળ શક્તિ અભિયાનને સફળ બનાવીએ.



    અમિતાભ બચ્ચનની અપીલ વીડિયોને વડાપ્રધાન મોદીએ રીટ્વીટ કર્યો હતો અને સાથે લખ્યું કે તમારા શબ્દોથી જરૂર લોકોમાં જાગૃતતા આવશે અને લોકો જળ સંગ્રહ કરી પાણી બચાવશે.

    ઉલ્લેખનીય છે કે જળ શક્તિ અભિયાન બે તબક્કામાં લાગુ થશે, જેમાં પ્રથમ ચરણમાં એક જુલાઇથી 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો એક ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી. આ દરમિયાન પાણી તંગીનો સામનો કરી રહેલા દેશના 255 જિલ્લાના 1593 જિલ્લામાં જળ સંરક્ષણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે અભિયાન ચલાવવામાં આવશે. આ અંતર્ગત મનરેગા જેવી યોજનાઓના નાણાનો ઉપયોગ કરી પરંપરાગત તળાવો અને જળાશયોનું સરક્ષણ, ભૂજળ રિચાર્જ, વોટરશેડ ડેવલપમેન્ટ અને વૃક્ષારોપણ પર ભાર મુકવામાં આવશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Amir khan, Mission Paani, MissionPaani, Retweet, Save water, અમિતાભ બચ્ચન, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन