Home /News /national-international /PM મોદીએ મોંઘવારી મુદ્દે વિપક્ષને પંડિત નેહરુની યાદ અપાવી, કહ્યું- લાલ કિલ્લા પરથી હાથ ઉંચા કર્યા હતા

PM મોદીએ મોંઘવારી મુદ્દે વિપક્ષને પંડિત નેહરુની યાદ અપાવી, કહ્યું- લાલ કિલ્લા પરથી હાથ ઉંચા કર્યા હતા

લોકસભામાં સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

PM Modi Speech in Lok Sabha: મોંઘવારી મુદ્દે વિપક્ષને ઘેરતા PM મોદીએ કહ્યું,"વિપક્ષે અહીં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે, તેમની સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હોત તો સારું થાત. મહામારીમાં પણ, અમારી સરકારે ફુગાવાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. 2014-2020 દરમિયાન ફુગાવાનો દર 5% ની નીચે હતો."

વધુ જુઓ ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે મોંઘવારી મુદ્દે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે તેઓ દેશમાં સરકારમાં હતા ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવવો જોઈતો હતો. તેમણે વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ (Coronavirus) દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં કેન્દ્ર સરકારની નીતિઓની પ્રશંસા કરી. એટલું જ નહીં તેમણે મોંઘવારી અંગે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ (Pandit jawaharlal nehru)ના ભાષણનો એક ભાગ પણ વાંચ્યો. ખરેખરમાં તેઓ લોકસભા (Lok Sabha)માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરતી વખતે ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા.

મોંઘવારી પર વિપક્ષને આડે હાથ લેતાં પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષે અહીં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે, જો તેમની સરકાર સત્તામાં હતી ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હોત તો સારું થાત. મહામારીમાં પણ અમારી સરકારે મોંઘવારીનો સામનો કરવાનો પ્રયાસ કર્યો. 2014-2020 દરમિયાન ફુગાવાનો દર 5% ની નીચે હતો. તેમણે આડકતરી રીતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, "કોંગ્રેસ તેના 'ગરીબી હટાઓ' ના નારાને કારણે ઘણી ચૂંટણી જીતી હતી, પરંતુ તેમ કરવામાં નિષ્ફળ રહી હતી. પછી આ દેશના ગરીબોએ તેમને સત્તા પરથી ફેંકી દેવા માટે મત આપ્યા હતા."

આ પણ વાંચો- PM Modi Speech in Lok Sabha: PM નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહી 10 ખાસ વાતો

પીએમ મોદીએ લોકસભામાં પંડિત નેહરુનું ભાષણ વાંચ્યું

મોંઘવારીને લઈને વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ પંડિત નેહરુના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'પંડિત નેહરુએ કહ્યું હતું કે કોરિયન યુદ્ધના કારણે મોંઘવારી વધી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કોઈપણ પ્રકારની અશાંતિ પણ મોંઘવારીનું કારણ બને છે. તેઓએ મોંઘવારીને તેના હાલ પર છોડી દીધી હતી."

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “પંડિત નહેરુ આ વાતો એવા સમયે કહી રહ્યા હતા જ્યારે વૈશ્વિકીકરણ એટલું પ્રબળ નહોતું. વિચારો કે તે સમયે મોંઘવારીની સમસ્યા કેટલી ગંભીર હતી જ્યારે પંડિત નેહરુજીને લાલ કિલ્લા પરથી ઉભા થવું પડ્યું હતું.

આ પણ વાંચો- Parliament updates : લોકસભામાં PM મોદીએ કહ્યું- લાગે છે કે કોંગ્રેસે 100 વર્ષ સુધી સત્તામાં નહીં આવવાનું મન બનાવી લીધું છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમને પણ ઘેર્યા

મોંઘવારી અંગે વિપક્ષના સવાલો પર પીએમ મોદીએ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી.ચિદમ્બરમ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “કોંગ્રેસના પી. ચિદમ્બરમ આ દિવસોમાં અખબારોમાં અર્થતંત્ર પર લેખ લખી રહ્યા છે. 2012 માં તેમણે કહ્યું હતું કે જ્યારે જનતાને પાણીની બોટલ પર 15 રૂપિયા અને આઈસ્ક્રીમ પર 20 રૂપિયા ખર્ચવા પડે છે ત્યારે લોકો પરેશાન થતા નથી, પરંતુ જ્યારે ઘઉં અને ચોખાના ભાવ 1 રૂપિયા વધી જાય છે ત્યારે જનતા સહન નથી કરી શક્તી."
First published:

Tags: Loksabha, PM Modi speech, PM Narendra Modi Speech

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો