Home /News /national-international /જેણે પોતાની માતાનું ધાવણ ધાવ્યું હોય તે રોકી બતાવે: પીએમ મોદીએ વિપક્ષને 90ના દાયકાનું કાશ્મીર યાદ કરાવ્યું
જેણે પોતાની માતાનું ધાવણ ધાવ્યું હોય તે રોકી બતાવે: પીએમ મોદીએ વિપક્ષને 90ના દાયકાનું કાશ્મીર યાદ કરાવ્યું
પીએમ મોદીનું સંસદમાં સંબોધન
પીએમ મોદીએ કહ્યું કે, કોઈએ ત્યારે કહ્યું હતું કે, ગણતંત્ર દિવસ પર ઝંડો ફરકાવવામાં આવે છે, ત્યારે આયુધનું પ્રદર્શન થાય છે. સલામી આપવામાં આવે છે. અમે કહ્યું હતું કે, અમે જ્યારે તિરંગો ફરકાવી રહ્યા છીએ, દુશ્મન દેશના ગોળા પણ અમને સલામી આપી રહ્યા છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં કહ્યું કે, જે લોકો હાલમાં જ લાલ ચોક પર તિરંગો ફરકાવીને આવ્યા છે, તેમણે જોયું હશે કે, આજે આપ કેવી રીતે કોઈ પણ પ્રકારની અડચણ વગર હરી ફરી શકે છે. તેમણે 90ના દાયકાના યાદ કરતા કહ્યું કે, હું પણ ગયો હતો. લાલ ચોક પર ઝંડો ફરકાવવાનો સંકલ્પ લઈને નીકળ્યો હતો, ત્યારે આતંકીઓએ વિરોધમાં પોસ્ટર લગાવ્યા હતા. ત્યારે અમે કહ્યું હતું કે, અમે પણ જોઈએ છીએ કે, કોને પોતાની માનું દૂધ પીધું છે, જે અમને રોકશે. અમે બુલેટ પ્રુફ જેકેટ વગર આવ્યા અને તિરંગો ફરકાવ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, કોઈએ ત્યારે કહ્યું હતું કે, ગણતંત્ર દિવસ પર ઝંડો ફરકાવવામાં આવે છે, ત્યારે આયુધનું પ્રદર્શન થાય છે. સલામી આપવામાં આવે છે. અમે કહ્યું હતું કે, અમે જ્યારે તિરંગો ફરકાવી રહ્યા છીએ, દુશ્મન દેશના ગોળા પણ અમને સલામી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો તિરંગાને શાંતિ માટે ખતરો ગણાવતા હતા, તે આજે તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. આજે શ્રીનગરમાં સિનેમાહોલ ચાલી રહ્યા છે, અને હાઉસફુલ થઈ રહ્યા છે.
સત્તાના સપના જોનારા નિરાશામાં ડૂબેલા લોકોએ આત્મચિંતન કરવાની જરુર
પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું કે, સત્તાના સપના જોનારા નિરાશામાં ડૂબેલા લોકોએ આત્મચિંતન કરવાની જરુર છે. કાલે જે અહીં બેસતા હતા, આજે તેઓ ત્યાં જઈને ફેલ થયા અને દેશ ફુલ સ્પિડે આગળ વધી રહ્યો છે. આજે દેશ ડિફેન્સ સેક્ટરમાં એક્સપોર્ટ કરી રહ્યું છે. આજે દેશમાં 109 યૂનિકોર્ન બની ચુક્યા છે. કાકા હથરસીને કોટ કરતા કહ્યું કે, જેના જેવા વિચારો, તેને તેવું જ દેખાશે. અમુક લોકો નિરાશ છે. આ નિરાશા પણ એવી જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર