અરવિંદ ત્રિવેદી અને 'નટુકાકા'ના નિધન પર પીએમ મોદીએ લખ્યું, 'આપણે બે પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યા'

પીએમ મોદીએ બંને કલાકારો સાથેની તસવીરો શેર કરી.

ત્રણ દિવસમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'નટુકાકા' (Natukaka) અને રામાનંદ સાગરની રામાયણના 'રાવણે' (Raavan) આપણી વચ્ચેથી વિદાય લીધી.

  • Share this:
    અમદાવાદ: ગુજરાતી રંગમંચ (Gujarati Theatre and Cinema) ના બે જાણીતા ચહેરાએ ત્રણ દિવસમાં આપણી વચ્ચેથી વિદાય લીધી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'નટુકાકા' (Natukaka) અને રામાનંદ સાગરની રામાયણના 'રાવણ' (Raavan) એટલે કે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) અને અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi)નું નિધન થયું છે. ઘનશ્યામ નાયક ઘણા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે અરવિંદ ત્રિવેદીનું અવસાન હૃદયરોગના હુમલાને પગલે થયું છે. તેઓ પણ લાંબા સમયથી બીમાર હતા. અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે તો ઘનશ્યામ નાયકનું 77 વર્ષનું વયે અવસાન થયું છે. બંને કલાકારોના નિધન પર પીએમ મોદી (PM Modi tweet)એ ટ્વીટ કરીને બંનેને અંજલી અર્પણ કરી છે. સાથે જ પીએમ મોદીએ બંને કલાકારો સાથે તસવીર પર પોસ્ટ કરી છે.

    'રામાયણમાં અભિયન માટે લોકો તેમને યાદ કરશે'

    ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "શ્રી અરવિંદ ત્રિવેદી આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ઉત્તમ ગજાના કલાકાર હોવાની સાથે સાથે એક લોક સેવક પણ હતા. રામાયણ ટીવી સીરિયલમાં તેમના અભિનયને લોકો હંમેશા યાદ રાખશે."

    'નટુકાકા' તરીકે જાણીતા ઘનશ્યામ નાયકના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "છેલ્લા થોડા દિવસોમાં આપણે બે એવા કલાકારો ગુમાવ્યા છે જેમણે લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ઘનશ્યામ નાયકને તેમના બહુમુખી અભિનય માટે યાદ કરવામાં આવશે. ખાસ કરીને 'તારક મહેતા કા ઉલ્ટે ચશ્મા'ના રોલનો લોકો યાદ રાખશે. તેઓ ખૂબ માયાળું હતાં."



    અરવિંદ ત્રિવેદીનો ઇન્દોરમાં જન્મ

    અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકો સાથે કરી હતી. ગુજરાતી સિનેમાના ખૂબ જ જાણીતા ઉપેન્દ્ર ત્રિવેદીના તેઓ ભાઈ છે. અરવિંદ ત્રિવેદી રામાયણમાં લંકેશનું પાત્ર ભજવીને દેશના ઘરે ઘરે જાણીતા બન્યા હતા. તેમણે 300થી વધારે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 1991થી 1996 સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ રહી ચૂક્યા છે.

    અરવિંદ ત્રિવેદીની ફિલ્મો

    અરવિંદ ત્રિવેદીએ અનેક સફળ ગુજરાતી ફિલ્મોમાં અભિયન કર્યો છે. જેમાં 'જેસલ તોરલ', 'હોથલ પદમણી', 'દેશ રે જોયા દાદા પરદેશ' જોયા વગેરે સામેલ છે. તેમણે હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: