રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં વડાપ્રધાન મોદીએ બુધવારે ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન મસૂદને આતંકી જાહેર કરવા અંગે તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ભારતની મોટી કુટનીતિક જીત છે. તેઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને નજર અંદાજ ન કરી શકાય.
PM મોદીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા છે. પહેલા સર્જિકલ સ્ટ્રાઇક અને બાદમાં એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં આતંકીઓને નેસ્તોનાબુદ કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસૂદ અઝહરને ગ્લોબ ટેરરિસ્ટ જાહેર કરવા પર તેઓએ કહ્યું કે આ તો હજી શરૂઆત છે. આગળ જુઓ શું શું થાય છે.
માનસરોવર સ્થિત વી ટી રોડ મેદાનમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે હવે દેશ પર કોઇ હુમલો કરશે તો આપણે ઘરમાં ઘૂસીને મારીશું. કોઇ ગોળી મારશે તો હમે ગોળાબારૂદથી હુમલો કરીશું. આ દરમિયાન PM મોદીએ દેશની સુરક્ષાને લઇને કોંગ્રેસના રવૈયા પર પણ પ્રહાર કર્યો. તેઓએ કહ્યું કે મનમોહન સરકાર રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી, જ્યારે વાજપેયી સરકારમાં 1 મે 1998એ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
તેઓએ કહ્યું કે ભારત અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરનારો ચોથો દેશ બની ગયો છે. કોંગ્રેસે દેશની સુરક્ષાને ખતરના નાખી છે. કોંગ્રેસે આતંકીઓ સામે ઢીલી નીતિ રાખી, સેનાએ કોંગ્રેસની સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇકની મંજૂરી માગી પરંતુ તેઓને મળી નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર