રવાન્ડા પહોંચ્યા નરેન્દ્ર મોદી, પ્રેસિડેન્ટ પોતે એરપોર્ટ પર આવ્યા લેવા

નરેન્દ્ર મોદી અને રવાન્ડાના પ્રેસિડેન્ટ પોલ કગુમ

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફિકાના ત્રણ દેશોની પોતાની યાત્રાના પહેલા પડાવ પર સોમવારે રવાન્ડા પહોંચ્યા હતા. રવાન્ડાના પ્રેસિડન્ટ પોલ કગુમ પોતે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. પીએ મોદીએ આને ગુડ જેસ્ચર ગણાવ્યું હતું. પીએમ મોદી રવાન્ડાની બે દિવસીય યાત્રા દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રેસિડન્ટ સાથે બેઠક કરવાના છે. તે ઉપરાંત નરેન્દ્ર મોદી રવાન્ડામાં રહેતા ભારતીયો  સાથે પણ બેઠક કરશે.

  રવાન્ડાના પ્રેસિડેન્ટ સાથે મોદીની પ્રથમ  બેઠક શરૂ થઈ ગઈ હતી. જેમાં બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠક પછી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે.  વડાપ્રધાન મોદી બે દિવસીય પ્રવાસ દરમિયાન જિનોસાઈડ મેમોરિયલ અને પ્રતિ પરિવાર એક ગાય કાર્યક્રમ હેઠળ જેને ત્યાં ગિરિકા કહેવામાં આવે છે તેમાં ભાગ લેશે. રવાન્ડાના રાષ્ટ્રપતિ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સામાજિક સુરક્ષા યોજના છે.  નરેન્દ્ર મોદી પણ  કાર્યક્રમ દરમિયાન 200 ગાયોની ભેટ આપશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સરક્ષણ સહયોગ કરાર થાય તેવી આશા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત ઝડપથી રવાન્ડામાં પોતાનું મિશન ખોલશે.

  Published by:Mujahid Tunvar
  First published: