વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. વડાપ્રધાને આસામના ગૌહાટીમાં ઉત્તર પૂર્વ માટે 18,000 કરોડઢ રૂપિયાના ખર્ચે શરૂ થનારી પરિયોજના ન્યૂ ગેટવે ઓફ ગ્રોથનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેઓએ અમીનગાંવમાં એક જાહેરસભા સંબોધિત કરતાં કહ્યું કે, આજે નોર્થ ઈસ્ટના વિકાસમાં નવો ઈતિહાસ જોડવામાં આવી રહ્યો છે. આસામ અને નોર્થ ઈસ્ટના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડના પ્રોજેક્ટસના લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી પર ટાર્ગેટ કરતાં મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે ચોકીદારની ચોકસાઈથી કેવી રીતે ભ્રષ્ટાચારી હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને સવાર-સાંજ મોદી-મોદીના નામની રટણ કરી રહ્યા છે.
PM in Assam: To rid Assam&country of infiltrators we've always strengthened voice of ppl. That is why we did chitmahal agreement & are working towards completely sealing India-Bangladesh border. We implemented NRC under supervision of SC that earlier govts were hesitating to do. pic.twitter.com/6TpoqkBntk
પીએમ મોદીએ ભારત રત્ન ભૂપેન હજારિકાને પણ યાદ કરતાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેઓએ સવાલ કર્યો, 'છેવટે એવું કેમ થઈ રહ્યું છે કે કેટલાક લોકો માટે જન્મ લેતાં જ તેમના માટે ભારત રત્ન નક્કી થઈ જતો હતો અને દેશના માન-સન્માન માટે જેઓએ જીવન ખર્ચી દીધું તેમને સન્માનિત કરવા માટે દાયકાઓ લાગી જતા હતા? મને ગર્વ છે કે ભાજપની સરકારે આસામના બે સપૂતો, ગોપીનાથ બોરદોલોઈ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું કામ કરવામાં આવ્યું છે.'
પીએમ મોદી તેની સાથોસાથ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, BC અને AD એટલે કે બિફોર કોંગ્રેસ અને આફ્ટર ડાયનેસ્ટીને ગૌરવવાન કરનારાઓને હું આજે અહીંથી પૂછવા માંગું છું કે છવટે તમે ભારતના સાચા રત્નોને ન ઓળખવાની કુટિલ રમત દાયકાઓથી કેમ રમી?
પોતાના ભાષણમાં મોદીએ કહ્યું, હાલના બજેટમાં અમે ઉત્તર પૂર્વ માટે બજેટમાં 21 ટકાથ વધુનો વધારો કર્યો. આ ઉત્તર પૂર્વ માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર