પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના અવસર પર આજે અયોધ્યામાં દીપોત્સવમાં જોડાશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર આવ્યા બાદ અયોધ્યામાં દર વર્ષે દીપોત્સવ ધૂમધામથી મનાવાય છે.
અયોધ્યા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના અવસર પર આજે અયોધ્યામાં દીપોત્સવમાં જોડાશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર આવ્યા બાદ અયોધ્યામાં દર વર્ષે દીપોત્સવ ધૂમધામથી મનાવાય છે. આ દિવાળીએ પણ અયોધ્યામાં લગભગ 18 લાખ માટીના દીવડા પ્રગટાવીને વધુ એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવાની તૈયારી કરી લીધી છે. પીએમ મોદીની હાજરીમાં અયોધ્યામાં આતિશબાજી, લેઝર શો અને રામલીલાનું મંચન કરવામાં આવશે. આવું પહેલી વાર થશે કે પીએમ મોદી આ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે, કારણ કે, કોરોના કાળ બાદ આ પ્રથમ આયોજન છે.
પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ પીએમ મોદી સરયૂના તટ પર રામ કી પૈડીમાં એક ભવ્ય મ્યૂઝિકલ લેઝર શોની સાથે થ્રી ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શો પણ જોશે. અયોધ્યાનમાં 6ઠ્ઠી વાર દીપોત્સવ ધામધૂમથી મનાવામાં આવશે. આપને જણાવી દઈએ કે, સરયૂ ઘાટ કિનારે રેતી હોય કે નગરની વચ્ચે દિવાલો અયોધ્યામાં દરેક જગ્યાએ રામકથાના પ્રસંગની ઝલક દેખાય છે. તેની સાથે જ રામકથાના અલગ અલગ નાયકો અને પ્રસંગો પર આધારિત 35 સ્વાગત દ્વાર પણ અલગ અલગ રસ્તા પર તૈયાર થઈ ચુક્યા છે.
22 હજાર વોલંટિયર દીવા પ્રગટાવવાનું કામ કરશે
તો વળી સરયૂ નદીના તટ પર રામ કી પૈડીમાં 22,000થી વધારે સ્વયંસેવક 15 લાખ માટીના દીવા પ્રગટાવસે. બાકીા દીવા અયોધ્યાનના મોટા ચોક અને બીજી જગ્યાએ પ્રગટાવવામાં આવશે. દીપોત્સવના આયોજકો મુજબ સ્વયંસેવક એક વર્ગમાં 256 માટીના દીવાની વ્યવસ્થા કરશે. બે ચોકની વચ્ચે અંતર લગભગ 2-3 ફુટનું રહેશે. દીપોત્સવમાં લેઝર શો, 3ડી પ્રોજેક્શન મેપિંગ શો અને આતિશબાજી પણ રહેશે. રશિયા સહિત અન્ય દેશોના કલાકારો પણ પીએમ મોદી સામે રામલીલાનું મંચન કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર