'મને ભારતીય સેના પર ગર્વ છે,' PM મોદીએ આ ખાસ કાર્ય માટે આર્મીને શાબાશી આપી

News18 Gujarati
Updated: January 15, 2020, 11:43 AM IST
'મને ભારતીય સેના પર ગર્વ છે,' PM મોદીએ આ ખાસ કાર્ય માટે આર્મીને શાબાશી આપી
મહિલાને હૉસ્પિટલ લઈ જતા ભારતીય જવાનેો.

હાલ જમ્મુ-કાશ્મીરમાં સતત બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે બરફ વર્ષા વચ્ચે શમિમા ખાન નામની એક મહિલાને પ્રસૃતિની પીડા ઉપડી હતી.

  • Share this:
નવી દિલ્હી : ભારતીય આર્મીના જવાનોને વડાપ્રધાન મોદીએ એક ખાસ કામ માટે શાબાશી આપી છે. સાથે જ તેમણે લખ્યું છે કે, મને દેશની આર્મી પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ @ChinarcorpsIAના એક ટ્વિટને રિટ્વિટ કરીને આર્મીની પ્રશંસા કરી છે.

વડાપ્રધાન મોદીએ શું લખ્યું?

વડાપ્રધાન મોદીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર @ChinarcorpsIA તરફથી કરવામાં આવેલા એક ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે કે, "આપણી સેના બહાદુરી અને પ્રોફેશનલિઝમ માટે જાણીતી છે. એટલું જ નહીં દેશની સેના તેના પરોપકારી ભાવ માટે પણ જાણીતી છે. જ્યારે જ્યારે દેશના લોકોને મદદની જરૂર પડી છે ત્યારે દેશની આર્મી આગળ આવી છે અને તેનાથી શક્ય તમામ મદદ કરી છે. મને દેશની સેના પર ગર્વ છે. શમિમા અને તેના બાળકના સારા સ્વાસ્થ્ય માટે હું પ્રાર્થના કરું છું. "

વડાપ્રધાન મોદીએ આર્મીના કયા કાર્યની પ્રશંસા કરી?

જમ્મુ-કાશ્મીરમાં આર્મીના જવાનોના એક કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ કાર્યની પ્રશંસા કરી છે. હાલ જમ્મુ-કાશ્મીરમાં સતત બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે બરફ વર્ષા વચ્ચે શમિમા ખાન નામની એક મહિલાને પ્રસૃતિની પીડા ઉપડી હતી. હાલત એવી ઉભી થઈ કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી પડે તેમ હતી. આ સમચાાર મળ્યા બાદ ભારતીય આર્મીના 100 જવાનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનું બીડું ઝડપી લીધું હતું. બરફ વર્ષાને કારણે વાહન ચાલી શકે તેમ ન હતું. આથી ભારતીય આર્મીના 100 જેટલા જવાનો મહિલાને એક સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

આ કામમાં 30 અન્ય લોકોએ પણ આર્મી જવાનોને સાથ આપ્યો હતો. આર્મીના 100 જવાનો અને 30 અન્ય લોકો મહિલાને સ્ટ્રેચરમાં લઈને ચાર કલાક સુધી બરફમાં ચાલ્યા હતા. તમામ લોકોએ મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલ ખાતે ડૉક્ટરોએ મહિલાની ડિલિવરી કરાવી હતી. હાલ મહિલા અને બાળક બંનેની તબિયત સારી છે.
First published: January 15, 2020, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading