Home /News /national-international /પીએમ મોદીએ Network18ના આ કામને બિરદાવ્યું, ટ્વિટ કરીને વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી

પીએમ મોદીએ Network18ના આ કામને બિરદાવ્યું, ટ્વિટ કરીને વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી

pm modi (file photo)

ન્યૂઝ18 રાઈઝિંગ ઈંડિયા સમિટ 2023ના સમાપન સત્રને સંબોધિત કરતા ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું, પીએમ મોદીની મન કી બાત સફળ રહી છે. લોકો તેની સાથે સહજભાવે જોડાય છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોફી ટેબલ બુક 'વૉયસ ઑફ ઈંડિયા: મોદી એન્ડ હિઝ ટ્રાંસફોર્મેટિવ મન કી બાત' પ્રકાશિત કરનારા નેટવર્ક 18ના વખાણ કર્યા છે. આ કોફી ટેબલ બુકનું અનાવરણ ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે ન્યૂઝ18 રાઈઝિંગ ઈંડિયા સમિટ 2023માં કર્યું, જેમાં એ લોકોની પ્રેરણાદાયી કહાનીઓ સામેલ કરી છે. જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો રેડિયો કાર્યક્રમ મન કી બાતના વિવિધ એપિસોડ્સ કર્યા છે.

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટ્વિટને શેર કરતા પીએમ મોદીએ લખ્યું, મન કી બાતનું સૌથી શાનદાર પાસુ એ છે કે, કાર્યક્રમ જમીની સ્તર પર બદલાવ લાવનારા લોકો પર કેન્દ્રિત છે. તેમને અને તેમના કામને સેલિબ્રેટ કરે છે. જેમ કે આ કાર્યક્રમ 100મો એપિસોડ પુરો થનારો છે. હું મન કી બાત દરમ્યાન જે લોકોનો ઉલ્લેખ કર્યો છે, તેમની અને તેમની પ્રેરણાદાયી સ્ટોરીને ધ્યાન લેતા Network18ના પ્રયાસને બિરદાવુ છું.



ન્યૂઝ18 રાઈઝિંગ ઈંડિયા સમિટ 2023ના સમાપન સત્રને સંબોધિત કરતા ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું, પીએમ મોદીની મન કી બાત સફળ રહી છે. લોકો તેની સાથે સહજભાવે જોડાય છે. આપણે દુનિયાના સૌથી કાર્યાત્મક લોકતંત્ર છીએ અને તેના વિશે કોઈ શંકા નથી. આપણા નાયકોના સન્માન માટે, આપણા ઈતિહાસ પર અને ભારતીય હોવા પર ગર્વ કરવાનો સંકલ્પ લઈએ. રાષ્ટ્રહિતથી વધીને કંઈ જ નથી. કોફી ટેબલ બુક ‘Voices of India: Modi And His Transformative Mann Ki Baat’ વિશે ધનખડે પોતાના સંબોધનમાં કહ્યું કે, બુકનું વિષયવસ્તુ ખૂબ જ ઉપયુક્ત છે. હું તેને પસંદ કરવા માટે રાહુલ (નેટવર્ક 18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશી)ના વખાણ કરુ છું.

આ પણ વાંચો: મુંબઈમાં આજે ખુલશે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, હોલીવૂડ-બોલીવૂડના કલાકારો ધૂમ મચાવશે

ઉપ રાષ્ટ્રપતિ ધનખડે કહ્યું, ભારત પ્રગતિ પથ પર છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને કોઈ રોકી શકતું નથી. દુનિયા આજે ભારતના ઉદયની સાક્ષી પુરી રહ્યું છે. દુનિયામાં ભારતનું સન્માન વધી રહ્યું છે. ભારતના લોકતંત્ર પર દુનિયાનો કોઈ દેશ સવાલ નથી ઉઠાવી શકતો. દુનિયામાં કોઈ બીજો દેશ ભારતનો લોકતાંત્રિક ઢંગથી આગળ નથી વધી રહ્યો. અમુક લોકો ભારતની છબી ખરાબ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. જે આ કામમાં લાગેલા છે. તેમણે પોતાની જાતને જોવી જોઈએ.
First published:

Tags: Mann ki baat, News 18 rising india summit, પીએમ મોદી