અનૂપ ગુપ્તા, નવી દિલ્હી. મોદી સરકારમાં મંત્રીમંડળ વિસ્તાર (Modi Government Cabinet Expansion)ની કવાયત તેજ થઈ ગઈ છે. સૂત્રોએ જાણકારી આપી છે કે આગામી 24-48 કલાકમાં કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ 8 જુલાઈ સુધીની પહેલાથી નિર્ધારિત તમામ બેઠકો ટાળી દીધી છે. સાથોસાથ મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર સંભવિત નેતાઓને દિલ્હી (Delhi) આમંત્રિત કરવામાં આવ્યા છે. અહેવાલ હતો કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીઓ અને બીજેપી (BJP)ના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાવાની હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, પ્રહ્લાદ જોશી અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સામેલ થવાના હતા. આ પહેલા પણ વડાપ્રધાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને શાહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને મળી ચૂક્યા છે.
વર્ષ 2019માં સત્તામાં આવ્યા બાદથી જ કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ વિસ્તાર નથી કરાયો. એનડએ સાથે અકાળી દળે છેડો ફાડ્યા બાદ મોદી સરકારમાં માત્ર બીજેપીના જ મંત્રીઓ છે. રાજકીય પંડિતોએ એ વાતના સંકેત પણ આપ્યા છે કે બિહારમાં અગત્યના સહયોગી જેડીયૂને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળી શકે છે. માર્ચ 2019માં કૉંગ્રેસનો સાથ છોડી બીજેપીનો કેસરિયો ખેસ ધારણ કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
#WATCH "I can't comment on it," says Defence Minister Rajnath Singh on being asked about possible Union Cabinet expansion pic.twitter.com/uFLiXixcTw
વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા, મણિપુર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં બીજેપી પોતાના ખાતામાં વધુમાં વધુ વોટ મેળવવાના પ્રયાસમાં છે. કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટથી ગાફબ રહેલી અનેક જાતિ અને સમૂહોનું ધ્યાન આપવામાં આવી શકે છે.
રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, આ કેબિનેટ વિસ્તારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની અસર પણ જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં એનડીએની સહયોયી અપના દળની અનુપ્રિયા પટેલને સ્થાન મળી શકે છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી કેટલાક બીજેપી સાંસદોને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. આ દરમિયાન સારું પ્રદર્શન ન કરી શકનાર મંત્રીઓને હટાવવા સહિત અનેક વિભાગ પણ બદલવામાં આવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર