ગરીબ મજૂરોને મળશે સસ્તા ભાડાનું ઘર, કેન્દ્ર સરકાર લાવશે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ

ગરીબ મજૂરોને મળશે સસ્તા ભાડાનું ઘર, કેન્દ્ર સરકાર લાવશે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ
પ્રતિકાત્મક તસવીર

PPP મોડલ ઉપર ભાડા ઉપર રહેનારા લોકો માટે ઘર બનાવવામાં આવશે. જેમાં ઓછું ભાડું આપીને રહી શકાશે.

 • Share this:
  નવી દિલ્હીઃ નાણાંમત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. જેમાં ખેડૂતો, મજૂરો, ગરીબ લોકો ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. નાણાં મત્રીએ અલગ અલગ જાહેરાત કરી છે. ગરીબ મજૂરો માટે એક એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી છે. વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત સકાર પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ (Affordable Rental Housing Scheme) લાવવામાં આવશે.

  સ્કીમમાં શું હશે?


  PPP મોડલ ઉપર ભાડા ઉપર રહેનારા લોકો માટે ઘર બનાવવામાં આવશે. જેમાં ઓછું ભાડું આપીને રહી શકાશે. આ સ્કીમ અંતર્ગત ઓછા ભાડું આપીને શહેરમાં રહી શકાશે. ઉદ્યોગપતિઓને પોતાની જમીન ઉપર આવા ઘર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્ય સરકારો સાથે મળીને આ કામને કરવામાં આવશે. સરકાર ઘર બનાવવા માટે ખાનગી કંપનીઓને મદદ કરશે. જમીનો ઉપર એફોર્ડેબલ ઘર બનાવવામાં આવશે. એફોર્ડેબલ રેન્ટલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

  આ પણ વાંચોઃ-ગુજરાત સરકારની મોટી જાહેરાત: નાના વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષાચાલકોને એક લાખની મળશે લોન

  સબસિડી યોજના એક વર્ષ સુધી વધારી
  નાણાં મંત્રીએ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત હોમ લોન ઉપર મિડલ ક્લાસને મળનારી સબસિડીની સમયસીમા માર્ચ 20121 સુધી વધારી છે. જેમાં છ લાખથી 18 લાખ સુધીની આવક ધરાવતા લોકોને આ ફાયદો થાય છે. આ સ્કીમ માર્ચ 2020એ ખતમ થઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ-વન નેશન વન રાશન કાર્ડ' યોજના લાગુ કરશે સરકાર, કોઈપણ રાજ્યમાં મળશે અનાજ, જાણો ફાયદા

  ગરીબો માટે કઈ થઈ જાહેરાત?

  •  લોકડાઉનમાં પ્રભાવિત 50 લાખ ફેરિયાઓને 5000 કરોડ રૂપિયા આપશે

  •  અઢી કરોડ ખેડૂતો, પશુપાલકો અમે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ થકી બે લાખ રૂપિયા લોન મળશે.

  •  મુદ્રા શિશુ લોનમાં જે લોકો આવે છે તેમને વ્યાજમાં રાહત આપવામાં આવશે

  •  વન નેશન વન રાશન કાર્ડ યોજના આવશે

  •  દેશના કોઈપણ ખૂણામાં લોકો પોતાના રાશન કાર્ડનો ઉપયોગ કરી શકશે

  •  25 લાખ નવા ખેડૂત ક્રેડિટ કાર્ડધારકોને 25,000 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી


  આ પણ વાંચોઃ-માનવ જાત માટે સારા સમાચાર! મંગળ ગ્રહ ઉપર રહેવું શક્ય, વૈજ્ઞાનિકોએ શોધી સુરક્ષિત જગ્યા

  •  ક્રોપ લોન માટે ઈન્ટરેસ્ટ સર્વેલન્સ ચાલું રહેશે

  •  માર્ચ અને એપ્રિલ 2020 માત્ર બે મહિનામાં 63 લાખ લોકોએ 86000 કરોડ રૂપિયાની લોનને મંજૂરી

  •  રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે માર્ચ મહિનામાં રાજ્યોને 4200 કરોડ રૂપિયા આપશે.

  •  નાબાર્ડ બેન્કથી કો-ઓપરેટિવ બેન્ક અને રિઝનલ રુરલ બેન્કને માર્ચમાં 29,500 કરોડ રૂપિયાની રીફાઈનાન્સિંગ કરવામાં આવી છે.

  Published by:News18 Gujarati
  First published:May 14, 2020, 20:23 pm

  ટૉપ ન્યૂઝ