Home /News /national-international /લૉકડાઉનમાં 17 મે પછી મળી શકે છે છૂટછાટ, પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરેલી વાતચીતમાં રાખ્યો મત- સૂત્ર

લૉકડાઉનમાં 17 મે પછી મળી શકે છે છૂટછાટ, પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરેલી વાતચીતમાં રાખ્યો મત- સૂત્ર

પ્રધાનમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે સરકારે આગળ વધવા વિશે વિચારવું પડશે અને સમગ્ર દ્રષ્ટિકોણ વિશે વાત કરવી પડશે

પ્રધાનમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે સરકારે આગળ વધવા વિશે વિચારવું પડશે અને સમગ્ર દ્રષ્ટિકોણ વિશે વાત કરવી પડશે

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે બધા મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસને (Coronavirus) લઈને પાંચમી વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે સરકારે આગળ વધવા વિશે વિચારવું પડશે અને સમગ્ર દ્રષ્ટિકોણ વિશે વાત કરવી પડશે.

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ આખી લડાઈમાં પુરા વિશ્વએ માન્યું છે કે આપણે કોવિડ-19 (Covid-19)ની સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ. રાજ્ય સરકારોએ આ લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે પોતાની જવાબદારી સમજી અને આ ખતરા સામે લડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

    ‘ઘરે જવું એ માણસનો સ્વભાવ છે’

    પ્રવાસી શ્રમિકોને (Migrant Labours) લઈને પ્રધાનમંત્રી મોદીએ ક્હ્યું કે અમે પરેશાન છીએ કે લોકો જ્યાં એ છે ત્યા જ રહેવું જોઈએ. પરંતુ આ સામાન્ય માણસોનો વ્યવહાર છે કે તે પોતાના ઘરે જવા માંગે છે, એટલે અમે અમારા નિર્ણયમાં ફેરફાર કર્યો છે. તે ઉપરાંત અમે નક્કી કર્યું કે આ બીમારી ફેલાય નહી અને ગામડાં સુધી પહોંચે નહી, આ આપણા માટે એક મોટો પડકાર પણ છે.

    આ પણ વાંચો - IRCTCની વેબસાઇટ ખુલતા જ હેંગ થઈ, લોકો બુક નથી કરી શકતા ટિકિટ

    પીએમએ કહ્યું કે રાજ્યોએ અત્યાર સુધી પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે પણ નિવારક ઉપાયો અને સોશિયલ ડિસ્ટનસિંગને ઓછુ ના કરી શકાય નહીતર આ સંકટ વધી શકે છે. તેમણે રાજ્યોને આર્થિક ગતિવિધિઓને ફરી વાર શરુ કરવા માટે સલાહ આપવા કહ્યું અને બધા નિર્દેશો રાજ્યોના આ સલાહના આધાર પર તૈયાર કરવામાં આવશે.

    સૂત્રો દ્વારા જણાવામાં આવ્યું છે કે સરકાર 17 મે સુધી લાગેલા વર્તમાન લૉકડાઉન (Lockdown) પુર્ણ થયા પછી પ્રતિબંધોમાં છૂટછાટ આપવાના પક્ષમાં છે, પરંતુ હજુ એક જ વારમાં પ્રતિબંધ હટાવાય તેવી સંભાવના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી.

    ગૃહમંત્રીએ આરાગ્ય સેતુના મહત્વ વિશે જણાવ્યું

    આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) પણ હાજર રહ્યા હતા. જેમણે આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશનના (Aarogya Setu Mobile App) મહત્વ વિશે જણાવ્યું અને મુખ્યમંત્રીઓને કહ્યું કે તે લોકોને ડાઉનલોડ કરાવવા માટે કહે કારણ કે આ વાયરસના પ્રસારને ટ્રેક કરવામાં મદદ કરશે.
    " isDesktop="true" id="981185" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો