ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટી ડીલ, બંને દેશ કરી શકશે એક બીજાના મિલિટ્રી બેઝનો ઉપયોગ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટી ડીલ, બંને દેશ કરી શકશે એક બીજાના મિલિટ્રી બેઝનો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસનની વચ્ચે એક વર્ચ્યૂઅલ સમિટ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસનની વચ્ચે એક વર્ચ્યૂઅલ સમિટ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia)ની વચ્ચે ગુરુવારે એક મોટી ડીલ પર સહમતિ સધાઈ છે. હવે બંને દેશ એક-બીજાના મિલિટ્રી બેઝનો ઉપયોગ કરી શકશે. ભારતના વિદેશ મંત્રીએ કહ્યું કે, ડીલનો અર્થ છે કે હવે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે વધુ સૈન્ય સહયોગ થઈ શકશે. આ ડીલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન (Sciott Morrison)ની વચ્ચે એક વર્ચ્યૂઅલ સમિટ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા.

  વડાપ્રધાન મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે ઓનલાઇન શિખર સંમેલનમાં હિસ્સો લીધો જેમાં સ્વાસ્થ્ય સેવા, વેપાર અને રક્ષા ક્ષેત્રો સહિત દ્વિપક્ષિય સંબંધોના વિવિધ આયામોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. પોતાના સંબોધનની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમનું માનવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોને વધુ સશક્ત કરવા માટે આ યોગ્ય સમય, તક છે તથા આપણી મિત્રતાને વધુ મજબૂત કરવા માટે આપણી પાસે અસિમિત શક્યતાઓ છે.
  આ પણ વાંચો, ટ્રમ્પના પ્લેનને ટક્કર આપશે PM મોદીનું નવું બોઇંગ-777, જાણો શું છે ખૂબીઓ

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા સંબંધો પોતાના ક્ષેત્ર માટે અને વિશ્વ માટે એક સ્થિરતાનું કારણ બને, કેવી રીતે આપણે મળીને વૈશ્વિક ભલાઈ માટે કાર્ય કરે, આ તમામ મુદ્દાઓ પર વિચાર કરવાની આવશ્યક્તા છે. મોદીએ કહ્યું કે ભારત ઓસ્ટ્રેલિયાની સાથે પોતાના સંબંધોને વ્યાપક રીતે વધુ ઝડપથી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત આપણા બંને દેશો માટે મહત્વપૂર્ણ ઉપરાંત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને વિશ્વ માટે પણ આવશ્યક છે.

  આ પણ વાંચો, લૉકડાઉન પર રાજીવ બજાજે કહ્યું, તમે વાયરસ નહીં GDPનો કર્વ ફ્લેટ કરી દીધો

  POLL

  First published:June 04, 2020, 15:51 pm

  टॉप स्टोरीज