Home /News /national-international /PM મોદીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી, કહ્યું- હું હંમેશા તેમના વિચારો સાંભળવા ઉત્સુક હતો

PM મોદીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી, કહ્યું- હું હંમેશા તેમના વિચારો સાંભળવા ઉત્સુક હતો

PM મોદીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી

Mulayam Singh Yadav Death: મુલાયમ સિંહ યાદવના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શોક વ્યક્ત કર્યો છે અને પોતાના ટ્વીટર હેન્ડલ પર એક પછી એક ત્રણ ટ્વિટ કરી છે અને તે સાથે અલગ અલગ સમય પર લેવામાં આવેલી તસવીરો શેર કરી છે.

વધુ જુઓ ...
    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સરંક્ષક મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)નું 82 વર્ષની વયે આજે સવારે નિધન થઈ ગયું છે. ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 8:16 તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નિધનની પુષ્ટિ કરતા કહ્યું, મારા આદારણીય પિતાજી અને તમારા નેતાજી નથી રહ્યા.

    મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થઈ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો નહોતો થઈ રહ્યો અને 1 ઓક્ટોબરની રાત્રે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં એક ડૉક્ટરોની પેનલ તેમની સારવાર કરી રહી હતી. મુલાયમ સિંહ યાદવનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે સૈફઈ લઈ જવામાં આવ્યું.

    આ પણ વાંચોઃ Mulayam Singh Yadav Death: અજીબ સંયોગ; જે હોસ્પિટલમાં પત્નીનું નિધન થયું ત્યાં જ નેતાજીએ 93 દિવસ પછી અંતિમ શ્વાસ લીધા

    મુલાયમ સિંહ યાદવના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શોક વ્યક્ત કર્યો છે અને પોતાના ટ્વીટર હેન્ડલ પર એક પછી એક ત્રણ ટ્વિટ કરી છે અને તે સાથે અલગ અલગ સમય પર લેવામાં આવેલી તસવીરો શેર કરી છે.

    Shri Mulayam Singh Yadav Ji was a remarkable personality. He was widely admired as a humble and grounded leader who was sensitive to people’s problems. He served people diligently and devoted his life towards popularising the ideals of Loknayak JP and Dr. Lohia. pic.twitter.com/kFtDHP40q9



    પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું- શ્રી મુલાયમ સિંહ યાદવજી એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમની એક વિનમ્ર અને ડાઉન ટુ અર્થ નેતા તરીકે તેમની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી, જે લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હતા. તેમણે જુસ્સાથી લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

    અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ બીજો ફોટો શેર કરતા લખ્યું છે કે- મુલાયમ સિંહ યાદવજીએ યુપી અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી. કટોકટી દરમિયાન લોકશાહી માટે તેઓ અગ્રણી સૈનિક હતા. રક્ષામંત્રી તરીકે તેમને એક મજબૂત ભારત માટે કામ કર્યું. તેમના સંસદીય હસ્તક્ષેપ વ્યવહારુ હતા અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવા પર જોર આપતા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: PM Modi પીએમ મોદી, Tribute, Uttar Pradesh‬, મુલાયમસિંહ યાદવ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन