CAA કાયદાની અસર ભારતના કોઈ પણ ધર્મના નાગરિકને નહીં થાય : PM મોદી

News18 Gujarati
Updated: December 16, 2019, 3:28 PM IST
CAA કાયદાની અસર ભારતના કોઈ પણ ધર્મના નાગરિકને નહીં થાય : PM મોદી
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

The Citizenship Amendment Act, 2019 સંસદના બંને ગૃહમાં અનેક રાજકીય પક્ષોના સમર્થનથી બનેલો કાયદો છે. હું શાંતિ જાળવવા અને અફવાઓથી દુર રહેવાની અપીલ કરૂં છું : ટ્વીટર પર નરેનદ્ર મોદી

  • Share this:
અમદાવાદ : વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર 5 ટ્વીટ કરી અને દેશમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે. નાગરિકતા સંશોધન કાયદા (The Citizenship Amendment Act, 2019 )ના મુદ્દે દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા બાદ વડાપ્રધાન મોદી (PM Modi)એ ટ્વીટર પર કેટલાક ટ્વીટ (Tweet) કર્યા છે અને દેશમાં શાંતિ અને ભાઈચારો જાળવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ' હું દેશવાસીઓને આસ્વસ્થ કરવા માંગું છું કે દેશના કોઈ પણ ધર્મના કોઈ પણ નાગરિકને આ કાયદાની અસર નહીં થાય. આ કાયદો વર્ષોથી ભારતમાં રહેતા એવા શરણાર્થીઓ માટે છે જેમની પાસે ભારત સિવાય બીજા કોઈ દેશમાં જવાનો વિકલ્પ નથી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું, “દેશ ભરમાં Citizenship Amendment Actના વિરોધમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો દુ:ખદ છે. વિરોધ અને અસંમતિ લોકતંત્રનો મહત્ત્વનો ભાગ છે પરંતુ જનજીવનને માઠી અસર પહોંચાડે તેવી રીતે અને જાહેર મિલકતોને નુકસાન પહોંચે એવી રીતે વિરોધ ન હોવો જોઈએ. ”

આ પણ વાંચો : CAA : રાજ્યમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ખદેડાશે! 

તેમણે ઉમેર્યુ, “The Citizenship Amendment Act, 2019 સંસદના બંને ગૃહમાં મોટી સંખ્યામાં રાજકીય પક્ષોનાં સાંસદોના સમર્થન સાથે પાસ થયેલો ખરડો છે. આ કાયદાના ઉપલક્ષમાં હું દેશના નાગરિકોને આસ્વસ્થ કરવા માંગું છું કે આ કાયદાના સંદર્ભમાં ભારતના કોઈ પણ નાગરિકે ચિંતા કરવા જેવું કશું નથી. આ કાયદાની અસર ભારતના કોઈ પણ ધર્મના નાગરિકોને નહીં થાય. આ કાયદો ભારતમાં આવેલા એવા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે,જેમની પાસે ભારત સિવાય વિશ્વના બીજા કોઈ દેશમાં આશરો નથી.”

આ પણ વાંચો : જામિયાની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં કહ્યું, 'આ મારું ઘર હતું, જુઓ શું હાલ કરી દીધો'

આ પણ વાંચો : શું અમાનતુલ્લા ખાનના ભાષણ પછી જામિયામાં હિંસા ભડકી?; વિદ્યાર્થીઓ કેમ્પસ છોડી રવાના

શાંતિ જાળવો અફવાઓથી ન દોરવાઓ



પી.એમ. મોદીએ ટાંક્યુ કે કેટલાક તત્વો શાંતિનો ભંગ કરવા માટે કાકરી ચાળો કરી રહ્યા છે. પરંતુ દેશના નાગરિકોએ શાંતિ જાળવવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અફલવાઓથી દોરવાવુ જોઈએ નહીં. આપણે સાથે મળીને ભારતના વિકાસ માટે કાર્ય કરવાનું છે. ખાસ કરીને એવા ભારતીયો જે વંચિત છે શોષિત છે. સમાજના આવા વર્ગ માટે સાથે મળીને કામ કરવાનું છે.

 

 

 
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर