'130 કરોડ લોકો માફ નહીં કરે,' મોદીએ પિત્રોડાના નિવેદનને ગણાવ્યું શરમજનક

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષે આપણી સેનાનું ફરીથી અપમાન કર્યું છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષે આપણી સેનાનું ફરીથી અપમાન કર્યું છે

 • Share this:
  સામ પિત્રોડા દ્વારા પુલવામા હુમલા અને બાલકોટ સર્જિકલ સ્ટ્રાઇક પર આપેલા વિવાદાસ્પદ નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી. મોદીએ લખ્યું કે, વિપક્ષે આપણી સેનાનું ફરીથી અપમાન કર્યું છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે વિપક્ષના નેતાઓના નિવેદન પર સવાલ પૂછો. તેમને કહો કે 130 કરોડ ભારતીયો વિપક્ષના અસંગતતાને માફ નહીં કરે. ભારત સેનાની સાથે ખભેથી ખભા મેળવીને ઊભો છે.

  સામ પિત્રોડાના નિવેદન પર જવાબ આપતાં પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, કોંગ્રેસના શાહી વંશના વફાદારે એવો સ્વીકાર કર્યો છે જે દેશ પહેલાથી જાણે છે. કોંગ્રેસ આતંકનો જવાબ આપવાનું નથી જાણતી. તેઓએ લખ્યું કે, આ ન્યૂ ઈન્ડિયા છે, અમને આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપતા આવડે છે અને તે પણ વ્યાજની સાથે.

  આ પણ વાંચો, સામ પિત્રોડાએ કહ્યુ- પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ગણવું યોગ્ય નથી

  ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલાને લઈને સામ પિત્રોડાએ કહ્યું હતુ્ર કે, મને હુમલા વિશે વધુ ખબર નથી પરંતુ આવું હંમેશા થતું રહ્યું છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. આપણે તે સમયે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને આપણા પ્લેન મોકલી શકતા હતા. પરંતુ તે યોગ્ય ન હોત. 8 લોકો આવે છે અને કંઈક કરે છે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને દોષી ન ઠેરવી શકો. કેટલાક લોકો અહીં આવ્યા અને તેઓએ હુમલો કર્યો તેનાથી સમગ્ર દેશને જવાબદાર માનવા તે અપરિપક્વ નિર્ણય હશે.

  મોદીએ સપા નેતા રામગોપાલ યાદવને પણ નિશાને લેતાં ટ્વિટર પર લખ્યું કે, વિપક્ષની આદત રહી છે કે તેઓ આપણી સેના પર સવાલ ઊભા કરે. દેશના સિનિયર નેતા રામગોપલજીએ કાશ્મીરની રક્ષા કરતાં જવાનોનું અપમાન કર્યું છે. આપણા શહીદોના પરિવારોનું અપમાન કર્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: