Home /News /national-international /PM મોદીનો કૉંગ્રેસ પર કટાક્ષ, ગોવાના ડૉક્ટરને પૂછ્યું, 'વેક્સીનના 2.5 કરોડ ડોઝ અપાયા, તાવ એક પાર્ટીને કેમ આવ્યો'

PM મોદીનો કૉંગ્રેસ પર કટાક્ષ, ગોવાના ડૉક્ટરને પૂછ્યું, 'વેક્સીનના 2.5 કરોડ ડોઝ અપાયા, તાવ એક પાર્ટીને કેમ આવ્યો'

પીએમ નરેન્દ્ર મોદીએ ગોવાના સ્વાસ્થ્યકર્મીઓ સાથે સંવાદ કર્યો.

PM Modi on congress: વડાપ્રધાન મોદીએ ગોવામાં 100 ટકા વસ્તીને કોવિડ-19 વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યકર્મીઓ અને રસીકરણનો લાભ લેનાર લોકો સાથે સંવાદ દરમિયાન આ વાત કહી હતી.

પણજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે (PM Modi birthday) દેશમાં રેકોર્ડ રસીકરણ (Record vaccination) થયું હતું. જેને લઈને વિવાદ કરી રહેલા કૉંગ્રેસ નેતાઓ પર વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે કટક્ષ કર્યો છે. પીએમ મોદીએ શનિવારે ગોવા (Goa)ના સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ એક ડૉક્ટરને કટાક્ષની ભાષામાં પ્રશ્ન પૂછ્યો કે, "ગઈકાલે અઢી કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી તો એક પાર્ટીને તાવ કેમ આવ્યો છે." વડાપ્રધાન મોદીનો આવો પ્રશ્ન સાંભળીને ડૉક્ટર હસી પડ્યા હતા.

પીએમ મોદીએ કહ્યુ, "અમે સાંભળ્યું છે કે જ્યારે કોઈ વેક્સીન લે છે ત્યારે 100માંથી એકાદ વ્યક્તિને રિએક્શન આવે છે. તાવ આવી જાય છે. એવું પણ કહેવાય છે કે બહુ વધારે તાવ આવી જાય તો માનસિક સંતુલન પણ બગડી જાય છે. મેં એવું પ્રથમ વખત જોયું કે અઢી કરોડથી વધારે લોકોને વેક્સીન લાગી અને કાલ રાતે 12 વાગ્યાથી એક રાજકીય પાર્ટીને રિએક્શન આવ્યું છે. તેનો તાવ વધી ગયો છે. આની પાછળ શું કોઈ તર્ક હોઈ શકે?"

વડાપ્રધાન મોદીએ ગોવામાં 100 ટકા વસ્તીને કોવિડ-19 વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યકર્મીઓ અને રસીકરણનો લાભ લેનાર લોકો સાથે સંવાદ દરમિયાન આ વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, 'રસીનો બગાડ રોકવાનું ગોવાનું મોડલ (Goa Model) દેશના અન્ય ભાગમાં પણ મદદગાર સાબિત થશે.'

આ પણ વાંચો: કેરળમાં કોરોના વાયરસના અધધ 1,89,495 એક્ટિવ કેસ, જાણો અન્ય રાજ્યની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસની યુવા પાંખ ભારતીય યુવા કૉંગ્રેસે શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મ દિવસને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' અને મહિલા પાંખ ભારતીય મહિલા કૉંગ્રેસે 'મોંઘવારી દિવસ' તરીકે ઉજવ્યો હતો. કૉંગ્રેસે વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી સાથે જ તેમની સરકારની નિષ્ફળતાનો હવાલો આપીને કહ્યુ કે, જન્મ દિવસને 'બેરોજગારી દિવસ', 'કિસાન વિરોધી દિવસ', 'કોરોના કુપ્રબંધન દિવસ' અને 'મોંઘવારી દિવસ' તરીકે મનાવવો યોગ્ય રહેશે.



એક દિવસમાં અપાયા 2.5 કરોડ ડોઝ (2.5 crore corona vaccine dose)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi birthday)ના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ માહિતી આપી છે કે, દેશમાં એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોનું રસીકરણ (Record vaccination on PM birthday) કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ (World record on vaccination) છે. માંડવિયાએ કહ્યુ છે કે ભારતમાં એક દિવસમાં કોરોના રસીકરણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો 71મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ થયું છે.
First published:

Tags: Corona vaccine, જન્મદિવસ, ડોક્ટર, નરેન્દ્ર મોદી