Home /News /national-international /મને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા, રામભક્તને આવું કહેવું તે ખોટી વાત: પીએમ મોદી
મને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા, રામભક્તને આવું કહેવું તે ખોટી વાત: પીએમ મોદી
પીએમ મોદી (ANI PHOTO)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન મોદીએ રાજ્યના બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે.
કલોલ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન મોદીએ રાજ્યના બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. તેમણે કલોલમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના રાવણવાળા નિવેદન પર જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના રાવણ વાળા નિવેદન પર વિપક્ષને ટાર્ગેટ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને તો રામસેતુથી પણ નફરત છે. કોંગ્રેસમાં પીએમ પદને નીચા દેખાડવા માટે કંપીટિશન ચાલી રહી છે કે કોણ સૌથી વધારે ગાળો આપી શકે છે. મને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા. એક રામભક્તને રાવણ કહેવું ખોટી વાત છે. તેમણે કહ્યું કે, લોકો જેટલો કાદવ ઉછાળશે, એટલું જ કમળ ખિલશે.
#WATCH | Prime Minister Narendra Modi warmly greeted by locals in Kalol, Gujarat after his rally, earlier today
પીએમ મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે, મોદી કુત્તરાના મોતે મરશે, બીજા દિવસે કહ્યું કે, મોદી હીટલરના મોતે મરશે. કોઈ રાવણ કહે છે, તો કોઈ કોકરોચ કહે છે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતે મને જે તાકાત આપી છે, તેનાથી કોંગ્રેસ પરેશાન છે. કોંગ્રેસના એક નેતા અહીં આવ્યા અને કહ્યું કે, અમે આ ચૂંટણીમાં મોદીને તેની ઔકાત દેખાડીશું. કોંગ્રેસને લાગ્યું કે હજૂ પણ કહેવાની જરુર છે, એટલા માટે તેમણે ખડગેને મોકલ્યા. હું ખડગેનું સન્માન કરું છું, પણ તેમને પણ કહેવું પડ્યું હશે, જે તેમને પુછવામાં આવ્યું હતું. કોંગ્રેસને નથી ખબર કે, ગુજરાત રામભકતોનું રાજ્ય છે. અહીં તેમણે કહ્યું કે, મોદી 100 માથાવાળો રાવણ છે.
ખડગેએ શું કહ્યું હતું ?
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સોમવારે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી તમામ ચૂંટણીમાં લોકોને તેમના ચહેરા જોઈને વોટ આપવા કહ્યું હતું. ખડગેએ પુછ્યું હતું કે, શું આપ રાવણની માફક 100 માથાવાળા છો. ખડગેની ટિપ્પણીને ભાજપે ગુજરાતના લોકોનું અપમાન ગણાવ્યું હતું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર