Home /News /national-international /PM મોદીએ લેહમાં વિકાસ યોજનાઓના શિલાન્યાસ બાદ કહ્યું: લોકાર્પણ કરવા પણ આવીશ

PM મોદીએ લેહમાં વિકાસ યોજનાઓના શિલાન્યાસ બાદ કહ્યું: લોકાર્પણ કરવા પણ આવીશ

રવિવારે પીએમ મોદીએ લેહમાં અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે, આ ધરતી વીરોની છે અને અહીંની જનતાથી જે પ્રેમ મને મળતો રહ્યો છે તેમાં વિકાસ દ્વારા વ્યાજ સાથે પરત કરીશ

  વડાપ્રધાન મોદી રવિવારે કાશ્મીરના લેહના પ્રવાસે છે. તેઓએ અહીં લદાખ યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, લોકાર્પણ કરવા પણ હું જ આવીશ. તેઓ સાંબામાં એઇમ્સનો શિલાન્યાસ પણ કરશે. ઉપરાંત શહીદ જવાન ઓરંગઝેબના પિતા સાથે પણ મુલાકાત કરશે.

  પીએમ મોદીએ લેહમાં વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કર્યા બાદ ફરીથી વડાપ્રધાન બનવાના સંકેત આપી દીધો. તેઓએ કહ્યું કે અગાઉ મેં જે યોજનાઓનું શિલાન્યાસ કર્યું હતું, તેનું આજે લોકાર્પણ કર્યું અને આજે જે પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા છે, આપને આશીર્વાદથી તેનું લોકાર્પણ કરવા માટે પણ આવીશ.

   પીએમ મોદીએ લદાખમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, આ ધરતી વીરોની છે અને અહીંની જનતાથી જે પ્રેમ મને મળતો રહ્યો છે તેમાં વિકાસ દ્વારા વ્યાજ સાથે પરત કરીશ.

  પીએમ મોદીએ કહ્યું કે, આજે જે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે તેનાથી અહીં વીજળી મળવાની સાથે લેહ-લદાખની દેશ અને દુનિયા સથો બીજા શહેરો સાથે કનેક્ટિવિટી સુધરશે, પર્યટન વધશે અને રોજગારની તકો વધશે.


  આ પણ વાંચો, RSS શરૂ કરશે ખ્રિસ્તી વિંગ? પરિવારમાં એક નવા સભ્યને જોડવાના પ્રયાસમાં લાગ્યું સંઘ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: J&K, Ladakh, Leh, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन