Kisan Andolan: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- વાતચીતથી જ સમાધાન આવશે, ખેડૂતોથી ફક્ત એક કૉલ દૂર

Kisan Andolan: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- વાતચીતથી જ સમાધાન આવશે, ખેડૂતોથી ફક્ત એક કૉલ દૂર
પીએમ મોદી.

Kisan Andolan: વડાપ્રધાન મોદીએ સર્વદળીય બેઠકમાં કહ્યુ કે, વિરોધ કરી રહેલા ખેડૂતોને વાતચીત માટે આપવામાં આવેલો પ્રસ્તાવ કાયમ છે.

  • Share this:
    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં શનિવારે સર્વદળીય બેઠક (All party meet) મળી હતી. આ દરમિયાન કિસાન આંદોલન (Kisan Andolan) અને તેમની માંગણીનો મુદ્દો ઉઠ્યો હતો. ઑલ પાર્ટી મીટમાં કૉંગ્રેસ (Congress) નેતા ગુલામ બની આઝાદ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને એસએડીના બલવિન્દર સિંહ ભાંડેરે કિસાન આંદોલન (Farmers protest) પર વાત કરી હતી. જ્યારે જેડીયૂ સાંસદ આરસીપી સિંહે કાયદાનું સમર્થન કર્યું હતું.

    આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, તેમની સરકાર હજુ પણ પ્રસ્તાવ અંગે ખેડૂત સાતે વાતચીત માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ સર્વદળીય બેઠકમાં કહ્યુ કે, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત નેતાઓને જે કહ્યું તે હું ફરીથી કહેવા માંગું છું. "અમે સર્વસંમતિ પર નથી પહોંચ્યા પરંતુ અમે તમને (ખેડૂતોને) પ્રસ્તાવ આપી રહ્યા છીએ. તમે જાઓ અને આ અંગે ચર્ચા કરી લો." આ સાથે જ તેમણે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહેલી વાત ફરીથી કહી હતી કે તેઓ ખેડૂતોથી બસ એક ફોન કૉલ દૂર છે.



    આ પણ વાંચો: રાજકોટ: ભરૂડી ટોલનાકા ખાતે ફરી મારામારી, પીપળીયા ગામના રહીશોએ ટોલકર્મીને ફટકાર્યો

    કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સર્વદળીય બેઠકની જાણકારી આપતા કહ્યુ કે, "પીએમ મોદીએ બેઠકમાં ભરોસો આપ્યો છે કે સરકાર ખેડૂતોની માંગ પર ખુલ્લા મનથી વિચાર કરવા તૈયાર છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો જે 11મો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેના પર તેઓ કાયમ છે. આ સાથે જ તેમણે કૃષિ મંત્રીની વાતને ફરીથી કહી હતી કે તેઓ એક ફોન કૉલ પર વાતચીત માટે તૈયાર છે."

    બજેટ સત્રને ધ્યાનમાં રાખીને મળી હતી સર્વદળીય બેઠક

    વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, "સરકારનો પ્રસ્તાવ હજુ પણ છે. મહેરબાની કરીને તમારા સમર્થકોને આ વાત કહો. વાતચીતના માધ્યમથી જ સમાધાન નીકળી શકશે. આપણે તમામે રાષ્ટ્ર અંગે વિચાર કરવો પડશે." પીએમ મોદીએ સર્વદળીય બેઠકમાં કહ્યુ કે, સરકાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દાઓ અંગે વાતચીત કરીને સમાધાન લાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટ સત્રનું સુચારું સંચાલન થાય તે માટે સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:January 30, 2021, 16:09 pm

    ટૉપ ન્યૂઝ