કૃષિ કાયદા પર પીએમ મોદી બોલ્યા- વિઘ્નો દૂર કરી રહ્યા છીએ, નાના ખેડૂતોને ફાયદો મળશે

કૃષિ કાયદા પર પીએમ મોદી બોલ્યા- વિઘ્નો દૂર કરી રહ્યા છીએ, નાના ખેડૂતોને ફાયદો મળશે
પીએમ મોદી.

ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, એગ્રીકલ્ચર અને તેની સાથે જોડાયેલા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર, ફૂડ પ્રોસેસિંગ, સ્ટોરેજ, કોલ્ડ ચેન આ તમામ વચ્ચે આપણે દીવાલ જોઈ છે. હવે આ દીવાલ હટાવવામાં આવી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi on farmers bill)એ શનિવારે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (Federation of Indian Chambers of Commerce & Industry)ની 93મી વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક સંમેલનના ઉદ્ઘાટન સત્રને ડિજિટલ માધ્યમથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ FICCI પ્રદર્શન 2020નું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ બેઠક 11થી 14 ડિસેમ્બર દરમિયાન આયોજીત કરવામાં આવી છે, જેનો વિષય 'પ્રેરિત ભારત' છે. આ પ્રસંગે પીએમ મોદીએ દાવો કર્યો કે નવા સુધારા પછી ખેડૂતોને નવા બજાર મળશે, નવા વિકલ્પ મળશે, ટેક્નોલૉજીનો પણ લાભ મળશે. દેશનું કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક થશે. આનાથી સૌથી વધારે ફાયદો ખેડૂતોને થશે.

  આ દરમિયાન સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, આર્થિક સંકેતો આશા વધરી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં દેશને ખૂબ શીખવા મળ્યું છે. આ સમયમાં આપણી આકાંક્ષાઓને વધારે મજબૂત કરી છે. આના પાછળ ઉદ્યમી, યુવાઓ અને ખેડૂતોની સાથે સાથે તમામ ભારતીયોનું ખૂબ મોટું યોગદાન છે.  વડાપ્રધાન કહ્યુ કે, દેશ અને દુનિયા એટલા ચઢાણ અને ઉતારથી પસાર થયા છે કે અમુક વર્ષો પછી જ્યારો આપણે કોરોના કાળને યાદ કરીશું તો વિશ્વાસ નહીં આવે. પરંતુ સૌથી સારી વાત એ છે કે જેટલી ઝડપથી આપણે નીચે પડ્યા હતા એટલી જ ઝડપથી સ્થિતિ સુધરી પણ છે. આપણે લોકોએ 20-20 મેંચમાં તેજી સાથે ઘણુ બધું બદલાતું જોયું છે.

  આ પણ વાંચો: ગઢડા: ગુંડાગીરી કરનાર DySP સામે તપાસના આદેશ, સ્વામીનો કોલર પકડીને કાઢ્યા હતા બહાર

  પીએમ મોદીએ કહ્યુ કે, વૈશ્વિક મહામારી દરમિયાન મોટાભાગના નાગરિકોને બચાવવામાં સક્ષમ દેશ અન્ય ક્ષેત્રોમાં વાપસી કરવા માટે સક્ષમ છે. ભારતે જીવ બચાવવાને પ્રાથમિકતા આપી છે, દુનિયા તેનું પરિણામ જોઈ રહી છે. આખા દેશે મહામારી સામે લડવા માટે ઘણા જ મહત્ત્વના પગલાં ભર્યાં છે. પીએમ મોદીએ દાવો કર્યો કે વિદેશી રોકાણકારોએ કોવિડ કાળ દરમિયાન ભારતમાં સીધા વિદેશી રોકાણ અને એફપીઆઈમાં રેકોર્ડ રોકાણ કર્યું છે.

  પીએમ મોદીએ કહ્યુ કે ભારતે જે રીતે ગત દિવસોમાં એક થઈને કામ કર્યું છે, નીતિ બનાવી છે, નિર્ણયો કર્યાં છે અને સ્થિતિ સંભાળી છે તેણે આખી દુનિયાને ચકિત કરી દીધી છે. એક નિર્ણાયક સરકાર તમામ શક્તિ પોતાના પાસે નથી રાખવા માંગતી. આ દ્રષ્ટીકોણે ખૂબ ખરાબ સ્થિતિ ઊભી કરી દીધી હતી. આના બદલે સારી સરકાર ઇચ્છે છે કે તમામ હિતેચ્છુ પોતાની તમામ પ્રતિભાનો ઉપયોગ કરીને યોગદાન આપે. ભારતે છેલ્લા છ વર્ષમાં આ જોયું છે.

  ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, એગ્રીકલ્ચર અને તેની સાથે જોડાયેલા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર, ફૂડ પ્રોસેસિંગ, સ્ટોરેજ, કોલ્ડ ચેન આ તમામ વચ્ચે આપણે દીવાલ જોઈ છે. હવે આ દીવાલ હટાવવામાં આવી રહી છે. પીએમ મોદીએ દાવો કર્યો કે નવા સુધારા પછી ખેડૂતોને નવા બજાર મળશે, નવા વિકલ્પ મળશે, ટેક્નોલૉજીનો પણ લાભ મળશે. દેશનું કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક થશે. આનાથી સૌથી વધારે ફાયદો ખેડૂતોને થશે.

  પીએમ મોદીએ દાવો કર્યો કે, ભારતના ખેડૂતો પોતાની ઉપજ એપીએમસી અને તેની બહાર પણ વેચી શકે છે. ખેડૂતો પોતાની ઉપજને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વેચી શકે છે. અમે ખેડૂતોની આવક વધારવા અને તેમને વધારે સમૃદ્ધ બનાવવા માટે તમામ પ્રકારની પહેલ કરી રહ્યા છીએ.
  Published by:Vinod Zankhaliya
  First published:December 12, 2020, 12:02 pm

  ટૉપ ન્યૂઝ