Home /News /national-international /PM MODI ON BILL GATES VIDEO: બિલ ગેટ્સે બનાવી રોટલી! PM મોદીએ ફોટો શેર કરીને શું કહ્યું જુઓ

PM MODI ON BILL GATES VIDEO: બિલ ગેટ્સે બનાવી રોટલી! PM મોદીએ ફોટો શેર કરીને શું કહ્યું જુઓ

pm modi bill gates

MILLETS બિહારની મુલાકાત બાદ સેલિબ્રિટી શેફ ઈટન બર્નાથે બિલ ગેટ્સ પાસે ભારતીય રોટલી બનાવડાવી હતી, તો PM મોદીએ આ ફોટો શેર કરીને બાજરીના ફાયદાની વાત કરી હતી. વર્ષ 2023 ને વર્લ્ડ મિલેટ્સ યર તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.

MILLETS YEAR 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શનિવારે રોટલી બનાવવાનો વીડિયો શેર કરવા બદલ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates)ની પ્રશંસા કરી હતી. તેમણે ગેટ્સને બાજરીની વાનગીઓ બનાવવામાં હાથ અજમાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રોટલી બનાવતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, 'શાનદાર, અત્યારે ભારતમાં બાજરી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.' તેમણે લખ્યું, "બાજરીની ઘણી વાનગીઓ તમે બનાવી શકો છો. તેમાં તમે તમારો હાથ અજમાવી શકો છો.

વિડિયો પોસ્ટ કરીને, સેલિબ્રિટી શેફ ઈટન બર્નાથે ટ્વીટ કર્યું, “@BillGates અને મેં સાથે મળીને ભારતીય રોટલી બનાવતા ઘણી મજાક મસ્તી કરી. હું હમણાં જ બિહાર, ભારતથી પાછો આવ્યો છું, જ્યાં હું ઘઉં પકવતા ખેડૂતોને મળ્યો જેમની ઉપજ નવી ટેકનોલોજીને કારણે વધી છે. અને “દીદી કી રસોઈ” કેન્ટીનની મહિલાઓને પણ મળ્યો. "દીદી કી રસોઇ" કેન્ટીનની મહિલાઓ શેર કરે છે કે કેવી રીતે તેઓએ રોટલી બનાવવામાં તેમની કુશળતા મેળવી છે.

આ પણ વાંચો: RANJI Trophy 2023: દિલ તૂટ્યું, લગ્ન પાછળ ઠેલવાયા, રણજીમાં જોરદાર બેટિંગ કરી અને તો પણ નથી મળતી ટીમમાં જગ્યા

વિડિયોની શરૂઆત શેફ દ્વારા ટેક અબજોપતિનો પરિચય કરાવવાથી થાય છે અને પછી તે જે વાનગી તૈયાર કરી રહ્યાં છે તેની વાત કરે છે. આ પછી, ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે ગેટ્સ ગોળ રોટલી બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. વીડિયો રોટલી સાથે ઘી ની વાનગી માણતા સમાપ્ત થાય છે. એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 1.3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. તેને લગભગ 900 લાઈક્સ પણ મળી છે. ઉપરાંત, આ શેરને લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ પણ મળી છે.

આ પણ વાંચો: HARDIK PANDYA: આજ સુધી ક્યારેય સીરિઝ નથી હાર્યો કેપ્ટન હાર્દિક પંડ્યા, મેન ઓફ ધ સીરિઝ બન્યો, ટીમે પણ તોડ્યા રેકોર્ડ

અહીં ઉલ્લેખનીય છે કે, બિલ ગેટ્સનો રોટલી બનાવતો વીડિયો પ્રખ્યાત શેફ ઇટાન બર્નાથે શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બિલ ગેટ્સ પોતે લોટ બાંધે છે, પછી રોટલી બનાવીને તેને શેકતા હતા અને પછી તેના પર ઘી લગાવીને ખાય છે. જમ્યા પછી બિલ ગેટ્સે પણ રોટલીના વખાણ કર્યા હતા.
First published:

Tags: Bill Gates, New Video, PM Modi પીએમ મોદી

विज्ञापन