Home /News /national-international /પીએમ મોદીનો ચંદ્રાબાબુ પર કટાક્ષ, 'સસરાની પીઠમાં છરો ભોકવામાં તમે સિનિયર છો'

પીએમ મોદીનો ચંદ્રાબાબુ પર કટાક્ષ, 'સસરાની પીઠમાં છરો ભોકવામાં તમે સિનિયર છો'

વડાપ્રધાનની ફાઇલ તસવીર

ભાજપ પ્રમુખ અમિત શાહ પણ ચૂંટણી પ્રવાસે નીકળ્યા છે, ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે, મોદી આજે તમિલનાડુ, કર્ણાટક, અને આંધ્રપ્રદેશમાં સભાઓ સંબોધશે અનેક યોજનાઓનું

  ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન મોદી આજે આંધ્ર પ્રદેશના પ્રવાસે છે. તેઓ દક્ષિણ ભારતના મહત્ત્તવપૂર્ણ રાજ્યોના પ્રવાસે છે. મોદી આ પ્રવાસમાં અનેક યોજનાઓનું ઉદ્ઘઘાટન કરશે અને સભાનો ગજવશે. મોદીના આગમન પહેલાં આંધ્રપ્રદેશમાં લાગેલા પોસ્ટરના કારણે વિવાદ છંછેડાયો છે.

  વડા પ્રધાન મોદીએ ગંટુરમાં પહોંચીને કૃષ્ણાપટનમ બીપીસીએલ કોસ્ટલ ટર્મિનલ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યુ હતું. ત્યાંથી તેઓ રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

  તેલુગુ ભાષામાં ભાષણની શરૂઆત કરી પીએમ મોદીએ કહ્યું, “ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વાર વોટ આપી રહેલા યુવાનોને હું શુભેચ્છાઓ પાઠવું છું. કેન્દ્ર સરકાર 'હ્યદય યોજના' અંતર્ગત અમરાવતી શહેરને હેરિટેજ સિટી તરીકે પસંદ કર્યુ છે. અમરાવતી દક્ષિણનું ઑક્સફોર્ડ છે, જ્યાં યુવાનો દૂર જૂરથી પોતાના સપના પુરા કરવા આવે છે.”

  વધુમાં તેમણે જણાવ્યું, “ અમારી સરકાર ભારતને એક સાફ ઇંધણ અર્થવ્યવસ્થા બનાવવા માટે દિવસ રાત કામ કરી રહી છે. આ દિશામાં અનેક પ્રયાસ થયા છે. નવા ભારતમાં સ્વચ્છ સુઘડ, પ્રદૂષણ રહિત દેશ અને પ્રદેશ બને તેવો અમારો પ્રયાસ છે. ”

  આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ પર હુમલો કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું, “અહીંયાના મુખ્ય મંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવાનો વાયદો આપ્યો હતો પરંતુ તેઓ ફરી ગયા છે. અમરાવતીના પૂનર્વિકાસનું વચન તેમણે નિભાવ્યુ નથી. તેઓ પોતાના વિકાસમાં જ લાગ્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીએ રાજ્યમાં સુર્યોદયનું વચન આપ્યું હતું પરંતુ તેઓ પોતાના દીકરાના ઉદયમાં લાગી ગયા છે. ચંદ્રાબાબુ તમે દળ બદલવામાં સિનિયર છો, તમે સસરાની પીઠમાં છરો ભોંકવામાં સિનિયર છો, તમે નવા દળો સાથે ગઠબંધન કરવામાં સિનિયર છો અને તમે એક પછી એક ચૂંટણીઓ હારવામાં પણ સિનિયર છો.”
  Published by:Jay Mishra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Indian Politics, નરેન્દ્ર મોદી, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन