Home /News /national-international /

PM મોદીની Youtube Channel ના સબસ્ક્રાઈબરની સંખ્યા જોઇ તમે પણ પૂંછશો- કેટલી આવક થાય છે

PM મોદીની Youtube Channel ના સબસ્ક્રાઈબરની સંખ્યા જોઇ તમે પણ પૂંછશો- કેટલી આવક થાય છે

PM નરેન્દ્ર મોદીની તુલનામાં કોઈ ભારતીય નેતા તેમની નજીક પણ નથી. (ફાઇલ ફોટો)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની યુટ્યુબ ચેનલ (PM Modi Youtube Channel) ના સબસ્ક્રાઈબર્સની સંખ્યા હવે એક કરોડને વટાવી ગઈ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જયારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે ભારતને ડિજિટલી રીતે મજબૂત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. પીએમ મોદી ખુબ જ સારી રીતે જાણે છે કે આજના યુગમાં રાજકારણ સહિત દરેક ક્ષેત્રે સોશિયલ મીડિયા કેટલું મહત્વનું છે. પીએમ મોદી પોતે ફેસબુક, ટ્વીટર સહિત ઘણા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર એક્ટિવ રહે છે. આ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયાની દુનિયામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે તેમણે યુટ્યુબ ચેનલ પર નવો રેકોર્ડ બનાવ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ (PM Modi Youtube Channel) ના સબસ્ક્રાઈબર્સની સંખ્યા હવે એક કરોડને વટાવી ગઈ છે. માત્ર યુટ્યુબ જ નહીં તેઓ જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં છે તેમાં તેમને ફોલો કરનારની સંખ્યા હજારો લાખોમાં પહોંચી જાય છે. પીએમ મોદી સોશિયલ મીડિયાને લોકો સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ માને છે અને તેઓ તેમાં મોટાભાગે સક્રિય પણ રહે છે.

    આ પણ વાંચો- Budget 2022: ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ શું છે, જેના માટે બજેટમાં છે વિશેષ જોગવાઈઓ
     અમેરિકાના રાષ્ટ્રપતિ આસપાસ પણ નથી



    તમને જણાવી દઈએ કે યુટ્યુબમાં ફોલોઅર્સની બાબતમાં તેઓ વિશ્વના નેતાઓ કરતા ઘણા આગળ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન યુટ્યુબ પર સાત લાખથી વધુ 'ફોલોઅર્સ' ધરાવે છે, જ્યારે વ્હાઇટ હાઉસ યુટ્યુબ ચેનલના 19 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.

    આ પણ વાચો- Budget 2022: મોબાઈલની જેમ ઘરે-ઘરે ડ્રોન હશે, જાણો નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સંપૂર્ણ યોજના

    બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો પાસે 3.6 મિલિયનથી વધુ, મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 30.7 લાખ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો 28.8 લાખ અને વ્હાઇટ હાઉસ 1.9 લાખ ફોલોઅર્સ છે.

    ભારતીય નેતામાં કોના કેટલા સબસ્ક્રાઇબર્સ

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી - 5.25 લાખ સબ્સ્ક્રાઇબર્સ
    કોંગ્રેસના નેતા શશિ થરૂર - 4.39 લાખ સબ્સ્ક્રાઇબર્સ
    AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી - 3.73 લાખ સબ્સ્ક્રાઇબર્સ
    તમિલનાડુના સીએમ અને ડીએમકેના વડા એમકે સ્ટાલિન - 2.12 લાખ સબ્સ્ક્રાઇબર્સ
    દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા - 1.37 લાખ સબ્સ્ક્રાઇબર્સ
    AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ - 59,000 સબ્સ્ક્રાઇબર્સ
    Published by:rakesh parmar
    First published:

    Tags: PM Modi પીએમ મોદી, Social media, Youtube app record

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन