Home /News /national-international /

BOEING 777: પીએમ મોદીના નવા આલીશાન વિમાનની પ્રથમ વખત તસવીર સામે આવી

BOEING 777: પીએમ મોદીના નવા આલીશાન વિમાનની પ્રથમ વખત તસવીર સામે આવી

BOEING 777: પીએમ મોદીના નવા આલીશાન વિમાનની પ્રથમ વખત તસવીર સામે આવી

આ નવું વિમાન આવવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે હવામાં પણ અભેદ્ય થઈ જશે

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ભારત આવવા માટે તૈયાર વિશેષ વિમાન BOEING 777ની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ફોટોગ્રાફર એન્ડી એગ્લોફ (Andy Egloff) લીધી છે. ઉલ્લેખનીય છે કે પીએમની સુરક્ષા માટે બે વિશેષ વિમાન બોઇંગ-777 અમેરિકામાં બનીને તૈયાર થઈ ગયા છે. આ બંને વિમાન સપ્ટેમ્બરના અંત સુધી ભારત પહોંચે તેવી આશા છે. જોકે પ્રથમ વખત બોઇંગ-777 વિમાન ઓગસ્ટના અંત સુધી ભારત પહોંચી જશે.

    ભારતીય ઝંડા સાથે બિલ્કુલ અલગ દેખાય છે વિમાન
    તાજા તસવીરમાં આ વિમાન વર્તમાનમાં રહેલા વિમાનથી બિલકુલ અલગ ક્લેવરમાં જોવા મળે છે. સફેદ રંગના આ વિમાનના પાછળના ભાગ પર ભારતનો ઝંડો જોવા મળે છે. આખા વિમાનમાં કેસરી, સફેદ અને લીલી પટ્ટી જોવા મળે છે. જે ભારતીય ઝંડામાં સામેલ રંગ છે. આ નવું વિમાન આવવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે હવામાં પણ અભેદ્ય થઈ જશે.

    આ પણ વાંચો - ચીન પર ભારતનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ

    નવા વિમાનમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ રાષ્ટ્રપતિ એમ વૈકયા નાયડુ સફર કરશે. હાલ પીએમ મોદી, રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ એર ઇન્ડિયાના બોઈંગ 747 વિમાનમાં સફર કરે છે. નવા વિમાનમાં ઓફિસ સ્પેસ, મિટિંગ રુમ, ઘણા પ્રકારના કમ્યુનિકેશન સિસ્ટમ હશે. સાથે તેમાં મેડિકલ ઇમરજન્સી માટે એક અલગ સેક્શન હશે. આ વિમાન અમેરિકાથી ભારત સુધીની સફર એક જ વખતમાં કરી શકે છે. વચ્ચે ક્યાં ઇંઘણ લેવાની આવશ્કતા પડશે નહીં.

    પ્રધાનમંત્રી મોદીના સુપર જેટમાં અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ સુરક્ષા ઉપાય કરવામાં આવ્યા છે. વિમાનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ પ્રકારની મિસાઇલની અસર થશે નહીં. ભારતે આ માટે અમેરિકા સાથે 1300 કરોડ રુપિયાની ડીલ કરી હતી.

    બતાવવામાં આવી રહ્યું છે કે બોઇંગ-777 પુરી રીતે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લેસ છે. જેમાં ખાસ સેંસર લગાવવામાં આવ્યા છે. જે મિસાઇલ હુમલાની તરત સૂચના આપે છે. જો દુશ્મન દેશ વિમાન પર મિસાઇલથી હુમલો કરે તો ડિફેન્સિવ ઇલેક્ટ્રોનિંક વોરફેયર સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन