Home /News /national-international /

Pm Modi Nepal Visit : ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, તો નેપાળ ના લોકો પણ એટલા જ ખુશ છે - પીએમ મોદી

Pm Modi Nepal Visit : ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, તો નેપાળ ના લોકો પણ એટલા જ ખુશ છે - પીએમ મોદી

પીએમ મોદીએ નેપાળી પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે લુમ્બિની બૌદ્ધ વિહાર ક્ષેત્રમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રનું શિલાન્યાસ કર્યું હતું

Pm Modi In Nepal: 2014માં પ્રધાનમંત્રી પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ પાંચમી નેપાળ યાત્રા છે

    Pm Modi In Nepal: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm narendra modi)બુદ્ધ પૂર્ણિમાના  (Buddha Purnima)દિવસે એક દિવસના નેપાળ પ્રવાસે (Pm Modi Nepal Visit) પહોંચી ગયા છે. પીએમ મોદીએ મહામાયાદેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા પણ ઉપસ્થિત રહ્યા હતા. લુમ્બિની નેપાળના તરાઇ મેદાની વિસ્તારમાં આવેલું છે અને આ બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે. 2014માં પ્રધાનમંત્રી પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ પાંચમી નેપાળ યાત્રા છે.

    પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતમાં સારનાથ, બોધગયા અને કુશીનગરથી લઇને નેપાળમાં લુમ્બિની સુધી આ પવિત્ર સ્થાન આપણી સંયુક્ત વિરાસત અને સંયુક્ત મૂલ્યોનું પ્રતીક છે. આપણે આ વિરાસતને સાથે મળીને વિકસિત કરવાની છે અને આગળ પણ સમૃદ્ધ કરવાની છે. તેમણે કહ્યું કે મેં જનકપુરમાં કહ્યું હતું કે નેપાળ વગર આપણા રામ પણ અધુરા છે. મને ખબર છે કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, તો નેપાળ ના લોકો પણ એટલા જ ખુશ છે.

    પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દરમિયાન કહ્યું કે નેપાળમાં લુમ્બિની મ્યૂઝિયમનું નિર્માણ પણ બન્ને દેશોના સંયુક્ત સહયોગનું ઉદાહરણ છે. આજ અમે Buddhist University માં ડો. આંબેડકર Chair for Buddhist Studies સ્થાપિત કરવાનો પણ નિર્ણય લીધો છે. સાથે તેમણે કહ્યું કે જે સ્થાને મારો જન્મ થયો છે તે ગુજરાતનું વડનગર સદીયો પહેલા બૌદ્ધ શિક્ષાનું ઘણું મોટું કેન્દ્ર હતું.

    પીએમનો આ પ્રવાસ નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના નિમંત્રણ પર થઇ રહ્યો છે. પીએમ મોદીના લુમ્બિની પ્રવાસને લઇને નેપાળ સરકારે લુંબિનીમાં ઘણી તૈયારીઓ કરી હતી.

    બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે માયાદેવી મંદિરમાં થયેલી વિશેષ પૂજા-અર્ચનામાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો હતો. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા.



    આ પણ વાંચો - ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા માણિક સાહા, રાજ્યપાલે અપાવ્યા શપથ

    પીએમ મોદીએ નેપાળી પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે લુમ્બિની બૌદ્ધ વિહાર ક્ષેત્રમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રનું શિલાન્યાસ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રનું નિર્માણ વૈશ્વિક અપીલ પર ભારત સ્થિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ દ્વારા લુમ્બિની વિકાસ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

    કુશીનગરમાં નરેન્દ્ર મોદી ભગવાન બુદ્ધની શયન મુદ્રાની પ્રતિમાનું પૂજન કરશે

    પીએમ મોદીની પૂજા દરમિયાન કુશીનગરમાં વિભિન્ન દેશઓના મોનેસ્ટ્રી (બુદ્ધ મંદિર)ના બૌદ્ધ ધર્મ ગુરુ પણ ઉપસ્થિત રહેશે. મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન બુદ્ધની શયન મુદ્રાની પ્રતિમાનું પૂજન કરશે.

    જાણો કેમ ખાસ છે બુદ્ધ પૂર્ણિમા

    બૌદ્ધ ધર્મના પ્રવર્તક ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયો હતો. આટલું જ નહીં આ જ દિવસે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ મહાપરિનિર્વાણ થયું હતું. જેથી ત્રિવિધ પાવની પણ કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર દિવસે પીએમ મોદી કુશીનગર આવવા પર બોદ્ધ ભિક્ષુ ઉત્સાહિત છે. શ્રીલંકા બૌદ્ધ બિહારના સંસ્થાપક બોદ્ધ ભિક્ષુ નંદરત્ન ભંતે કહ્યું કે આ બૌદ્ધ ઉપાસકો માટે સ્વર્ણિમ ઉપલબ્ધિ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પવિત્ર દિવસે ભગવાન બુદ્ધના જન્મ અને મહાપરિનિર્વાણ સ્થળ પર પૂજા કરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: PM Narendra Modi Live, પીએમ મોદી

    આગામી સમાચાર