Home /News /national-international /Heeraben Modi Death: પીએમ મોદીના માતાના નિધન પર ગૃહમંત્રી અમિત શાહ સહિતના દેશના ટોચના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

Heeraben Modi Death: પીએમ મોદીના માતાના નિધન પર ગૃહમંત્રી અમિત શાહ સહિતના દેશના ટોચના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

પીએમ મોદીના માતાના નિધન પર નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, "શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ...માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. " આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા.


ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું


દેશના ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના માતાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું કે, પ્રધાનમંત્રી મોદીજીના પૂજ્ય માતાજી હીરાબાના સ્વર્ગવાસની સૂચના અત્યંત દુ:ખદ છે. મા એક વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને ગુરુ હોય છે, જેને ખોવાનુ દુ:ખ નિસંદેહ સંસારનું સૌથી મોટુ દુ:ખ છે. હીરાબાએ જે સંઘર્ષનો સામનો કરીને પરિવારનું પાલન પોષણ કર્યું છે, તે તમામ માટે એક આદર્શ છે. તેમનો ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદા આપણી સ્મૃતિમાં રહેશે. સમગ્ર દેશ દુ:ખની આ ઘડીમાં પ્રધાનમંત્રી મોદીજી તથા તેમના પરિવાર સાથે ઊભો છે. કરોડો લોકોની પ્રાર્થના તેમની સાથે છે. ॐ શાંતિ.

નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરી લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પૂજ્ય માતાજી હીરાબેનજીના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. હીરાબાજીના અત્યંત કપરા અને સંઘર્ષપૂર્ણ જીવન જીવતા જે સંસ્કાર પોતાના પરિવારને આપ્યા તેનાથી નરેન્દ્ર ભાઈ જેવું નેતૃત્વ દેશને મળ્યું છે.


સીએમ યોગીએ ટ્વિટ કર્યું


ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરતા લખ્યું છે કે, એક પુત્ર માટે મા સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન પુત્ર માટે અસહનીય અને અપૂરણીય ક્ષતિ હોય છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પૂજ્ય માતાજીનું નિધન અત્યંત દુ:ખદ છે. પ્રભુ શ્રી રામ દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ॐ શાંતિ !


પીએમ મોદીની માતા હીરાબેનનું નિધન થતાં રાજનાથ સિંહે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન મોદીનું નિધન થતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુખ વ્યક્ત કર્યું છે, તેમણે લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના માતાશ્રી હીરાબાના નિધનથી મને ઊંડા દુ;ખની લાગણી થઈ છે. એક માનું નિધન કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવી શૂન્યતા લાવે છે, જેની ભરપાઈ અસંભવ છે.


પીએમ મોદીના માતા હીરાબેનના નિધન પર સીએમ ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ઊંડો આઘાત લાગ્યો. પૂજ્ય હીરાબા ઉદારતા, સાદગી, પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિમાન હતા. હું પ્રાર્થના કરુ છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે, ૐ શાંતિ.



હીરાબાના નિધન પર માયાવતીએ ટ્વિટ કર્યું


બીએસપી પ્રમુખ માયાવતીએ પીએમ મોદીની માતા હીરાબાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીજીના માતા શ્રીમતી હીરાબેનના નિધનના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડા શોકની લાગણી. ઈશ્વર તેમને અને તેમના ચાહનારા લોકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
First published:

Tags: Mother heera Baa, પીએમ મોદી

विज्ञापन