Home /News /national-international /PM Modi Mother: જ્યારે મા હીરાબાના સંઘર્ષને યાદ કરતા અમેરિકામાં રડી પડ્યા હતા પીએમ મોદી

PM Modi Mother: જ્યારે મા હીરાબાના સંઘર્ષને યાદ કરતા અમેરિકામાં રડી પડ્યા હતા પીએમ મોદી

માતાને યાદ કરી પીએમ મોદી અમેરિકામાં રડી પડ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે, તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે, તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીને પોતાની માતા હીરાબા સાથે ગાઢ નાતો હતો. આ જ કારણ છે કે, જ્યારે પણ કોઈ ખાસ અવસર હોય, અથવા તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હોય, તેઓ સમય કાઢીને પણ પોતાની માતાને મળવા પહોંચી જતાં હતા. પીએમ મોદી ઘણી વાર સાર્વજનિક મંચ પર પોતાની માતાનો ઉલ્લેખ કરતા રહ્યા છે. એક કાર્યક્રમમાં જ્યારે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે પીએમ મોદીને કંઈક સવાલ કર્યો, તો તેમની સાથે વાતચીત કરતા પોતાની માતા સાથે જોડાયેલ સવાલના જવાબમાં પીએમ મોદી એટલા ભાવૂક થઈ ગયા કે, સ્ટેજ પર રડવા લાગ્યા હતા.

આ પણ વાંચો: Heeraben Modi Death News LIVE: હીરાબા દેવલોક પામ્યા, પીએમ મોદી અમદાવાદથી સીધા ગાંધીનગર જશે

પીએમ મોદીએ જણાવ્યું છે કે, મારા પિતાજીના નિધન બાદ અમે નાના હતા, ત્યારથી અમારુ ભરણપોષણ કરવા માટે મા બાજૂના ઘરોમાં વાસણ સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવા જતી હતી. આપ કલ્પના કરી શકો છો કે, એક માએ પોતાના બાળકોને મોટા કરવા માટે કેટલું કષ્ટ વેઠ્યું હશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરાબાના 100માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન માતાના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા પર ચરણસ્પર્શ કરી ભેટમાં શાલ આપી હતી.


આ દરમિયાન પીએમ મોદીએ ભાવનાત્મક બ્લોગ પણ લખ્યો હતો. તેમણે પોતાની માતા સાથે વિતાવેલ અમુક યાદગાર ક્ષણને યાદ કરી હતી. તેમણે માતા દ્વારા કરવામાં આવેલા બલિદાનોને યાદ કર્યા અને પોતાની માતાની અલગ અલગ ખૂબીઓને ઉલ્લેખ કર્યો હતો. જેનાથી તેમના મસ્તિષ્ક, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને સ્વરુપ મળ્યું.
First published:

Tags: Mother heera Baa, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો