Home /News /national-international /વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંતના અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી, પંતના માતા સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંતના અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી, પંતના માતા સાથે વાત કરી

ઋષભ પંતના અકસ્માતને લઈને પીએમ મોદીની ટ્વિટ

25 વર્ષીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક માર્ગ અકસ્માતમાં માંડ-માંડ બચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઝોકું આવવાને કારણે સર્જાઈ હતી. તેની મર્સિડીઝ બેકાબું બનીને ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યાર બાદ તેમાં આગ લાગી હતી અને પલટી ગઈ.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. 25 વર્ષીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક માર્ગ અકસ્માતમાં માંડ-માંડ બચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઝોકું આવવાને કારણે સર્જાઈ હતી. તેની મર્સિડીઝ બેકાબું બનીને ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યાર બાદ તેમાં આગ લાગી હતી અને પલટી ગઈ. અકસ્માત બાદ પંત સળગતી કારની બારી તોડીને બહાર નીકળ્યો હતો. તેને માથામાં, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત ખતરાની બહાર છે.

    મેક્સ હોસ્પિટલે બુલેટિન બહાર પાડ્યું


    ​​​​​​​​​​​​​​મેક્સ હોસ્પિટલે સાંજે મેડિકલ બુલેટિન જારી કરીને આ જાણકારી આપી હતી. હોસ્પિટલે કહ્યું હતું કે પંતના બ્રેઇન અને સ્પાઇનનો MRI રિપોર્ટ નોર્મલ આવ્યો છે. આજે તેના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. પીડા અને સોજાને કારણે પંતના ઘૂંટણ અને પગની ઘૂંટીની MRI મોકૂફ રાખવામાં આવી છે. આ બન્નેનો ટેસ્ટ આવતીકાલે કરવામાં આવશે.





    આ પણ વાંચોઃ રોડ પર તડપતો હતો ઋષભ અને લોકો કારમાંથી ઉડેલા રુપિયા ભેગા કરવામાં લાગ્યા હતા!

    PM મોદીએ પંતના માતા સાથે વાત કરી


    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંતના અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે 'અકસ્માતમાં ક્રિકેટર ઋષભ પંતની ઈજાથી હું દુઃખી છું. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.' આ પછી PMએ પંતના માતા સાથે ફોન પર વાત કરી અને તેના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી હતી.

    તેને સારવાર માટે રૂરકીથી દહેરાદૂન લઈ જવામાં આવ્યો છે. અહીંની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ડોકટરોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જો જરૂર પડશે તો તેને એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવશે.

    BCCIએ કહ્યું- કપાળના ભાગે પર ઈજા, ઘૂંટણનું લિગામેન્ટ તૂટી ગયું
    બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે 'પંતના કપાળ પર બે ઈજા પહોંચી છે. ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે. જમણા કાંડા અને પગની ઘૂંટીમાં પણ ઈજાઓ થઈ હતી. MRI પછી તેની ઈજાની ગંભીરતા જાણી શકાશે. અમે મેડિકલ ટીમ અને તેના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમે આ મુશ્કેલ સમયમાં પંતને શક્ય તમામ મેડિકલ ટ્રિટમેન્ટ અને મદદ કરીશું.'

    અકસ્માત ક્યારે અને ક્યાં થયો


    આ અકસ્માત સવારે 5.30 રુડકીના નારસન બોર્ડર પર મોહમ્મદપુર જાટ ખાતે થયો હતો. ઝોકું આવતા રિષભ પંતની મર્સિડીઝ કાર ડિવાઈડરને અથડાઈ હતી. ઘટનાસ્થળ તેના ઘરેથી 10 કિલોમીટર દુર છે. તે સમયે કારની સ્પીડ 150 કિમી પ્રતિ કલાક હતી. કાર 200 મીટર સુધી ઘસડાઈ હતી.



    ચેમ્પિયન બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું, 'તમારા ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા. મારી પ્રાર્થના તમારી સાથે છે.' ભારતના પૂર્વ બેટ્સમેન અને નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કર્યું, 'ઋષભ પંત માટે પ્રાર્થના. સદનસીબે તે ખતરાની બહાર છે. તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: PM Modi પીએમ મોદી, Rishabh pant, Road Accidents

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन