PM મોદીએ મંત્રીઓ સાથે કરી મહત્વની બેઠક, યુદ્ધ સ્તરે કોરોના વેક્સિનેશન કરવા આપ્યો આદેશ

પીએમ મોદીની ફાઈલ તસવીર

આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંત્રીઓને કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવનાને કારણે વેક્સિનેશનની પ્રક્રિયામાં યુદ્ધના ધોરણે ઝડપ લાવવા અંગે વાત કરી હતી. સૂત્રો અનુસાર વેક્સિનેશનની બેઠકમાં એક પ્રેજેન્ટેશન પણ બનાવવામાં આવ્યું હતું.

  • Share this:
    નવી દિલ્લી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે કોરોના રસીકરણના મુદ્દે મંત્રીઓની પરિષદ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું છે કે ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને રસીકરણનું કામ યુદ્ધના ધોરણે થવું જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ મીટિંગમાં રસીકરણ અંગેની રજૂઆત આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ મંત્રીઓને કહ્યું - રસીકરણના કામમાં જોડાઓ. લાઇનમાં ઉભા રહો અને જુઓ કે લોકોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર એક મોટો કાર્યક્રમ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠક દરમિયાન વડા પ્રધાને કહ્યું કે, એવું વાતાવરણ બનાવવાની જરૂર છે જેથી લોકોમાં ત્રીજી સહેરનો ભય દૂર થાય. આ સાથે કોરોના યોગ્ય વર્તનને અપનાવવા પર ભાર મૂકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, આપણે જે પણ પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, તેને અંત સુધી લઈ જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    આ પણ વાંચો: સવા કલાક ચાલી રાહુલ-સિદ્ધુની મુલાકાત, શું પંજાબમાં કોંગ્રેસની સમસ્યાનો ઉકેલ આવશે?

    વડા પ્રધાનની આ બેઠક ગત સપ્તાહે મળેલી બેઠક બાદ થઈ હતી જેમાં તેમણે કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ સાથે બેઠક બાદ મંત્રીઓના કામની સમીક્ષા કરી હતી. આ બેઠક વડા પ્રધાનના નિવાસ સ્થાને યોજાઇ હતી અને મોટાભાગની બેઠકોમાં પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર રહ્યા હતા.

    આ પણ વાંચો: વેક્સિન પાસપોર્ટ: ભારતની યુરોપીય યુનિયને અપીલ, કોવેક્સિન-કોવિશીલ્ડને આપો છૂટ

    મહત્વનું છે કે, બુધવારે જ ભારત સરકારે રસી પાસપોર્ટ યોજનામાં કોવાશીલ્ડ અને કોવાકસીનને મુક્તિ આપવા યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને વિનંતી કરી છે. રસી પાસપોર્ટનો નિયમ 1 જુલાઇથી લાગુ થશે. આની મદદથી ભારતમાં રસી લેતા લોકોને યુરોપિયન દેશોમાં મુસાફરી કરવાની સ્વતંત્રતા મળી શકશે. યુરોપના રસી પાસપોર્ટ અથવા ગ્રીન પાસપોર્ટમાં ફક્ત 4 રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ફાઇઝર, મોડર્ના, જહોનસન અને જહોનસન અને એસ્ટ્રાઝેનેકાની રસી શામેલ છે.
    Published by:kuldipsinh barot
    First published: