Home /News /national-international /

PM મોદીએ મલેશિયાના PM સાથે કરી મુલાકાત, ઝાકીર નાઇકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો

PM મોદીએ મલેશિયાના PM સાથે કરી મુલાકાત, ઝાકીર નાઇકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો

મલેશિયાના વડાપ્રધાન સાથે પીએ મોદી

વડાપ્રધાન મોદીએ રશિયાના પૂર્વ સુદૂર ક્ષેત્રમાં ઈઈએફ (Eastern Economic Forum)ની પાંચમી બેઠક દરમિયાન મલેશિયાના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.

    રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ ભારતીય ઉપદેશક (Islamic Preacher) ઝાકીર નાઇક (Zakir Naik)ના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુરુવારે તેમણે આ મામલે મલેશિયાના વડાપ્રધાન મહાતિર બિન મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. ઝાકીર નાઇક ભારતમાં કટ્ટરવાદને ફેલાવવા તેમજ મની લૉન્ડ્રિંગ કેસમાં વૉન્ટેડ છે. ભારતે ગત વર્ષે મલેશિયાને ઝાકીર નાઇકના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી પરંતુ મલેશિયાએ આ વિનંતીને ફગાવી દીધી હતી.

    વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ કે, "પીએમ મોદીએ ઝાકીર નાઇકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો છે. બંને નેતાઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી છે કે આ મુદ્દો બંને દેશ માટે ખૂબ મહત્વનો છે. આથી આ મુદ્દે બંને દેશના અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહેશે."

    વડાપ્રધાન મોદીએ રશિયાના પૂર્વ સુદૂર ક્ષેત્રમાં ઈઈએફ ( Eastern Economic Forum)ની પાંચમી બેઠક દરમિયાન મલેશિયાના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું કે, "વ્લાદિવોસ્કોમાં બેઠક ચાલુ છે. વડાપ્રધાન મહાતિર મોહમ્મદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-મલેશિયા સહયોગને કેવી રીતે વિવિધતાસભર બનાવી શકાય તે વિશે ચર્ચા કરી હતી, જેનાથી બંને દેશને લાભ થાય."

    બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આતંકી હુમલા બાદ પ્રથમ જુલાઈ, 2016થી ઝાકીર નાઇક વિદેશ ભાગી ગયો છે. બાંગ્લાદેશે દાવો કર્યો છે કે હુમલામાં શામેલ આતંકવાદીઓ ઝાકીર નાઇકના ભાષણથી પ્રેરાયા હતા. જે બાદમાં ઝાકીર નાઇક ભારત પરત ફર્યો ન હતો અને મલેશિયા ભાગી ગયો હતો. મલેશિયા મુસ્લિમ દેશ છે. મલેશિયાના અનેક મોટા મુસ્લિમ ધાર્મિક સંગઠનો ઉપરાંત તેના ઉચ્ચ નેતાઓ સાથે ઝાકીર નાઇકને સારા સંબંધો છે.

    મલેશિયામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું

    ગત મહિને ઝાકીર નાઇકે મલેશિયામાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નાઇકે કહ્યું હતું કે મલેશિયામાં હિન્દુઓને ભારતના લઘુમતિ મુસ્લિમો કરતા 100 ગણાં વધારે અધિકારી પ્રાપ્ત છે. સાથે જ તેણે કહ્યુ કે તેને દેશ બહાર કાઢતા પહેલા ચીની મૂળના મલેશિયન લોકોને બહાર તગેડવા જોઈએ. બાદમાં વંશીય ટિપ્પણીને લઈને ઝાકીર નાઇકે માફી માંગી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Malaysia, Zakir Naik, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन