Home /News /national-international /PM Modi in UP Meerut: PM મોદીએ કહ્યું- ‘પહેલા માફિયાઓની ટુર્નામેન્ટ થતી, હવે યોગી સરકાર જેલ જેલ રમી રહી છે’

PM Modi in UP Meerut: PM મોદીએ કહ્યું- ‘પહેલા માફિયાઓની ટુર્નામેન્ટ થતી, હવે યોગી સરકાર જેલ જેલ રમી રહી છે’

PM મોદી

PM Modi Meerut visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠમાં 700 કરોડના ખર્ચે બનનાર મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyanchand Sports University)નો શિલાન્યાસ કર્યો. આ દરમ્યાન તેમણે જનસભાને સંબોધિત કરી.

મેરઠ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut, Uttar Pradesh)ની મુલાકાતે છે. તેમણે અહીં 700 કરોડના ખર્ચે બનનાર મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyanchand Sports University)નો શિલાન્યાસ કર્યો. મેરઠ સ્થિત સરધનાના સલાવા ગામમાં બનનારી આ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી હશે. પીએમ મોદીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સામેલ થયા હતા. પીએમ મોદીએ શિલાન્યાસ કર્યા પહેલા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.

શિલાન્યાસ બાદ તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે મહાભારત કાળથી લઈને જૈન તીર્થંકર, પાંચ પાંડવો સુધી દેશની આસ્થાને ઊર્જાવાન કરી છે. તેમણે કહ્યું કે, બાબા ઔધડનાથ મંદિરથી જે આઝાદીની લલકાર ઊઠી અને દિલ્હી કૂચ કરી, આજે તેમની જ યાદમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. અહીં આવતાં પહેલા મને ઔધડનાથ મંદિર જવાનો અવસર મળ્યો. શહીદ સ્મારકના સ્વતંત્રતા સંગ્રામમાં એ અનુભૂતિને મહેસૂસ કરી. રાષ્ટ્ર રક્ષા માટે સીમા પર લીડન હોય કે ખેલના મેદાનમાં રાષ્ટ્ર માટે સન્માન, દેશભક્તિની જ્યોત હંમેશા પ્રજ્વલિત રાખી છે.

પીએમએ કહ્યું કે, યુપીને પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે ખૂબ અભિનંદન આપું છું. 700 કરોડના ખર્ચે બનનારી આ પહેલી યુનિવર્સિટી હશે જ્યાં ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળશે. અહીં દર વર્ષે એક હજારથી પણ વધુ દીકરા-દીકરીઓ અદભુત ખિલાડી બનીને બહાર આવશે. એટલે કે હવે ક્રાંતિવીરોની નગરી ખેલવીરોની નગરી તરીકે પોતાને સશકત કરશે.

તેમણે કહ્યું કે, પાછલી સરકારોમાં અપરાધી અને માફિયા પોતપોતાની રમત રમતા. પહેલા માફિયા ટુર્નામેન્ટ રમતા. અગાઉની સરકાર પોતાની રમતમાં વ્યસ્ત હતી. દીકરીઓ પર ટિપ્પણી કરનારા ખુલ્લેઆમ ફરતા. તેમની રમતનું પરિણામ એ આવ્યું કે લોકોને તેમના પૂર્વજોનું ઘર છોડવાની ફરજ પડી. પહેલા ગેરકાયદેસર કબજાની ટુર્નામેન્ટ થતી, હવે યોગીજીની સરકાર આવા ગુનેગારો સાથે જેલ જેલ રમી રહી છે.

પીએમએ ઉમેર્યું કે, ‘પહેલા દીકરીઓ ઘરથી બહાર નીકળવા માટે ડરતી હતી. આજે મેરઠની દીકરીઓ રમતગમતમાં પોતાનું નામ રોશન કરી રહી છે. 21મી સદીના ભારતમાં સૌથી મોટું દાયિત્વ યુવાનો પાસે જ છે. એકવીસમી સદીનો મંત્ર છે કે યુવાજનોં જેન ગત તેન પંથ:’

પીએમ મોદીએ ઉમેર્યું કે, અહીં મેરઠના સોતીગંજ માર્કેટમાં ગાડીઓ સાથે થનારી રમતનો પણ હવે The End થઈ રહ્યો છે. હવે યુપીમાં અસલી ખેલને પ્રોત્સાહન મળી રહ્યું છે. યુપીના યુવાનોને રમતગમતની દુનિયામાં છવાઈ જવાની તક મળી રહી છે.

યુવાનો વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુવાનો નવા ભારતના કર્ણધાર પણ છે, વિસ્તાર પણ છે. તેઓ નવા ભારતના શાસક પણ છે, તે નેતા પણ છે. આજના યુવાનો પાસે પ્રાચીનતાનો વારસો પણ છે, આધુનિકતાનો પણ બોધ છે. જ્યાં યુવાનો ચાલશે ત્યાં ભારત ચાલશે. અને જ્યાં ભારત ચાલશે, હવે દુનિયા પણ ત્યાં ચાલશે.

તેમણે કહ્યું કે, ગામડામાં કોઈ પોતાને ખેલાડી કહેતો કે લોકો કહેતા કે ખેલાડી છો એ તો ઠીક, પણ તમે કામ કરો શું છો. મોટાભાગની રમતો પ્રત્યે ઉદાસીનતા વધતી ગઈ. વિશ્વની હોકી પ્રાકૃતિક મેદાનથી ભાઈ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારની રમત અને પારદર્શિતાનું તો નામોનિશાન નહીં. દેશના યુવાનોની અભિન્ન પ્રતિભા બંધનોમાં જકડાયેલી હતી. 2014માં ખેલાડીઓની પ્રતિભાને એ બંધનોમાંથી બહાર કાઢવાનું કામ કર્યું.

‘ખેલાડીઓની શક્તિ વધારવા માટે આપણી સરકારે ચાર શસ્ત્ર આપ્યા છે. સંસાધન, ટ્રેનિંગની આધુનિક સુવિધા, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર, પસંદગીમાં પારદર્શિતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં રમતો માટે જરૂરી છે કે આપણા યુવાનોમાં રમતો પ્રત્યે વિશ્વાસ પેદા થાય, પોતાનું પ્રોફેશન બનાવવાની આશા જાગે. આ મારો સંકલ્પ પણ છે, અને સપનું પણ.’

તેમણે શહેરના રેવડી ગજ્જક, ઝવેરાત, કપડાં, રમતગમતના સાધનો, હેન્ડલૂમ ઉદ્યોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે હવે દિલ્હીનું અંતર એક કલાકનું થઈ ગયું છે. હવે ગંગા એક્સપ્રેસનું કામ પણ મેરઠથી શરૂ થશે. મેરઠ દેશનું પહેલું શહેર હશે જ્યાં મેટ્રો અને રેપિડ રેલ એકસાથે દોડશે. આઈટી પાર્કનું પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે. તો ડબલ સ્પીડ ડબલ એન્જિનવાળી સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમે ત્યાં હાથ લંબાવશો તો યોગીજી અને જો અહીં હાથ લંબાવશો તો હું દિલ્હીમાં જ છું. વિકાસની ગતિને આગળ વધારવી છે તો નવેસરથી જોશ સાથે આગળ વધીશું. તેમણે યુવાનોને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસના અભિનંદન આપીને ભાષણ પૂરું કર્યું હતું. અંતે પીએમ મોદીએ જનતા પાસે વંદે માતરમના નારા પણ લગાવડાવ્યા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, મેરઠમાં હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં બનવા જઈ રહેલી રાજ્યની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી દેશની અસંખ્ય ખેલ પ્રતિભાને નવી દિશા પૂરી પાડશે. સીએમ યોગીએ કહ્યું કે અહીંના ખેડૂતો અને જવાનોએ દેશના દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. અગાઉની સરકારોમાં યુવાનોના ભવિષ્ય સાથે, મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ થયો હતો, પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રાજ્યમાં સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવાનું કામ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા બેટ અને બોલ સાથે અન્ય રમતગમતના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મેરઠના આઠ વેપારીઓએ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ સ્થળ પર તેમના સ્ટોલ લગાવ્યા છે. ખાસ વાત એ છે કે મેરઠની સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી દેશ-વિદેશમાં જાણીતી છે.

વડાપ્રધાન મોદી દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સ્પોર્ટ્સ સંસાધનોને વિશ્વ સ્તરીય બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. મેરઠમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાનું પગલું તેમના આ જ દ્રષ્ટિકોણ હેઠળ લેવામાં આવી રહ્યું છે.

યુનિવર્સિટીમાં હશે આ સુવિધાઓ

મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, કબડ્ડીનું મેદાન, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ ટ્રેક, સ્વિમિંગ પૂલ, એક સાઈકલિંગ વેલોડ્રોમ સહિતની અત્યાધુનિક રમતગમતની સુવિધાઓ હશે. આ ઉપરાંત એક હોલ હશે જેમાં નિશાનેબાજી, સ્કવોશ, જિમ્નાસ્ટીક, તીરંદાજી, કેનોઈંગ અને કયાકિંગ જેવી સુવિધા પણ હશે. યુનિવર્સિટીમાં 540 મહિલા અને 540 પુરુષ ખેલાડીઓ સહિત કુલ 1,080 ખેલાડી એક સાથે તાલીમ લઈ શકશે.
First published:

Tags: PM Narendra Modi Speech, Uttar Pradesh elections, ઉત્તર પ્રદેશ સમાચાર, પીએમ નરેન્દ્ર મોદી