Home /News /national-international /

15 ઓગષ્ટે 32 કરોડ જનધન ખાતાધારકોને GIFT આપી શકે છે મોદી

15 ઓગષ્ટે 32 કરોડ જનધન ખાતાધારકોને GIFT આપી શકે છે મોદી

પીએમ મોદી 15 ઓગષ્ટ ભાષણ (ફાઈલ ફોટો)

સરકાર આ સાથે આકર્ષક લઘુ વીમા યોજનાની પણ જાહેરાત કરી શકે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગષ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં 32 કરોડ જનધન ખાતાધારકો માટે મોટી ગીફ્ટ કરી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાણાકીય સમાવેષણને વધારવા માટે જનધન ખાતામાં ઓવર ડ્રાફ્ટની સુવિધાને બે ઘણી કરી 10 હજાર રૂપિયા કરી શકે છે. હાલમાં ખાતુ બરોબર 6 મહિના ચાલ્યા બાદ 5000 રૂપિયા ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે.

    સૂત્રો અનુસાર, સરકાર આ સાથે આકર્ષક લઘુ વીમા યોજનાની પણ જાહેરાત કરી શકે છે, જેમાં રૂપે કાર્ડ હોલ્ડર્સને મળતો મફત અકસ્માત વીમાની રકમને 1 લાખ રૂપિયાથી વધારી શકાય છે.

    તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જનધન યોજનાનો બીજો પડાવ 15 ઓગષ્ટે પૂરો થવા જઈ રહ્યો છે. સૂત્રો અનુસાર, યોજના માટે હવે નવા લક્ષ્ય નક્કી કરવાના છે, અને તેની જાહેરાત માટે સ્વતંત્ર દિવસ સમારોહ સૌથી સારો અવસર હશે.

    કેન્દ્ર સરકારના નાણાકીય સમાવેષણ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત ઓગષ્ટ 2014માં થઈ હતી. તેનો પહેલો પડાવ 14 ઓગષ્ટ 2015માં પૂરો થયો. આ સિવાય, સરકાર અટલ પેંશન યોજના હેઠળ પેંશન લિમીટની મર્યાદા 5000 પ્રતિ મહિનાથી વધારી 10,000 રૂપિયા કરી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: પીઅેમ નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन