COVID-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે બેઠક કરી શકે છે PM મોદી

કોરોના વેક્સીનના વિતરણની રણનીતિ તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદી રાજ્યો સાથે મંત્રણા કરી શકે છે

કોરોના વેક્સીનના વિતરણની રણનીતિ તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદી રાજ્યો સાથે મંત્રણા કરી શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોવિડ-19 (Covid-19)ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેક્સીન (Corona Vaccine) વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીએમ મોદી એક બેઠક તે આઠ રાજ્યોની સાથે કરી શકે છે જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદશોથી વેક્સીન વિતરણની રણનીતિ પર ચર્ચા સંભવિત છે. વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અત્યાર સુધી અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે.

    દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના મામલા છેલ્લા થોડાક દિવસોમાં 50 હજારથી નીચે આવી રહ્યા છે, બીજી તરફ રાજ્યોમાં મામલા ઝડપથી વધ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત દેશના કેટલાક શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, તેનું યોગ્ય વિતરણ થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સીન તૈયાર થવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. તેમાંથી ચાર પરીક્ષણ બીજા કે ત્રીજા ચરણમાં છે જ્યારે એક પહેલા કે બીજા ચરણમાં છે.

    આ પણ વાંચો, પોતાને આર્મી મેજર કહીને 17 પરિવારને આપ્યો લગ્નનો વાયદો, ધોરણ-9 પાસે 6.5 કરોડ રૂપિયા ખંખેરી દીધા

    અનેક રાજ્યોમાં નવા કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે

    નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં રવિવારે કોવિડ-19ના નવા કેસ સામે આવ્યા અને બીમારીના કારણે દર્દીઓના મોત પણ થયા છે. વિવિધ રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગોએ આ જાણકારી આપી. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના 5753 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 17,80,208 થઈ ગઈ છે, જ્યારે 50 દર્દીઓનાં મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા 46623 થઈ ગઇ છે.

    આ પણ વાંચો, પહેલા થયો ડેન્ગ્યૂ, પછી કોરોના અને હવે કોબ્રા કરડ્યો, રાજસ્થાનમાં ફસાયેલા એક અંગ્રેજની દુઃખી દાસ્તાન

    ગુજરાતમાં પણ સ્થિતિ વણસી

    દિવાળીના તહેવારો (Diwali festival) બાદ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1495 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા 197412એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોના કોરોનાથી મોત (corona death toll) થયા છે. આમ મૃત્યું આંક 3859એ પહોંચ્યો છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1495 કેસ નોંધાયા છે. જ્યારે 1167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 179953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16 થયો છે.
    Published by:Mrunal Bhojak
    First published: