Home /News /national-international /Mann Ki Baat: પીએમ મોદીની મોટી જાહેરાત, ચંદીગઢ એરપોર્ટને શહીદ ભગતસિંહનું નામ અપાશે

Mann Ki Baat: પીએમ મોદીની મોટી જાહેરાત, ચંદીગઢ એરપોર્ટને શહીદ ભગતસિંહનું નામ અપાશે

મન કી બાત અંતર્ગત પીએમ મોદીનું સંબોધન

Mann ki batt : મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી આજે દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે.

  નવી દિલ્હી:  પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાત કાર્યક્રમના માધ્યમથી ફરી એક વાર દેશવાસીઓેને સંબોધન કરી રહ્યા છે. આ તેમનો માસિક રેડિયો પ્રોગ્રામનો 93મો એપિસોડ છે. મન કી બાતનું પ્રસારણ ઓલ ઈંડિયા રેડિયો, દૂરદર્શન ઉપરાંત યૂટ્યૂબ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેરલના એર્નાકુલમમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે પ્રધાનમંત્રી મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભાળી રહ્યા છે.

  ચિત્તા પરત ફરતા દેશવાસીઓમાં ખુશીની લહેર


  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશના ખૂણે ખૂણેથી લોકો ભારતમાં ચિત્તા પરત થતાં ખુશી વ્યક્ત કીરી છે. 130 કરોડ ભારતવાસી ખુશ છે. ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે.મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ફરી એક ચિત્તાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હાલમાં ચિત્તાએ આપણું ધ્યાન ખેંચ્યું છે. 70 વર્ષ બાદ ચિત્તા દેશમાં આવવાથી બહું ખુશી છે, તેમણે કહ્યુ કે, અમે ચિત્તાની દેખરેખ માટે ટાસ્ક ફોર્સ બનાવી છે. ચિત્તાનું દરેક રીતે ધ્યાન રાખવામાં આવે છે. અમે ટૂંક સમયમાં નક્કી કરી દઈશું કે આપ ચિત્તા પાસે ક્યારે જઈ શકશો.

  ચિત્તા પર વાત કરવા માટે ઢગલા બંધ મેસેજ આવ્યા- પીએમ મોદી


  ચિત્તા પર વાત કરવા માટે ઢગલાબંધ મેસેજ આવ્યા, પછી તે યુપીમાંથી અરુણ કુમાર ગુપ્તાજી હોય કે તેલંગણામાંથી એન.રામચંદ્રન રઘુરામજી અથવા તો ગુજરાતમાં રાજનજી હોય કે દિલ્હીના સુબ્રતજી. દેશના ખૂણે ખૂણેથી લોકોએભારતમાં ચિત્તાને લઈને ખુશી વ્યક્ત કરી છે. 130 કરોડ ભારતવાસી ખુશ છે. ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે. તેના વિશે લોકોનો એક સવાલ છે કે, મોદીજી અમને ચિત્તા જોવાનો અવસર ક્યારે મળશે ?


  પીએમ મોદીની મોટી જાહેરાત


  પીએમ મોદીએ કહ્યુ કે ભગત સિંહજીની જયંતિની પહેલા તેમને શ્રદ્ધાંજલિ સ્વરુપે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એ નક્કી કર્યું છે કે, ચંડીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહજીના નામ પર રાખવામાં આવશે. પીએમ મોદીએ ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદે આઝમ ભગત સિંહનું નામ રાખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હું ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપુ છું. તેમણે આગળ કહ્યું કે, દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ બાદ એટલે કે, 28 સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક વિશેષ દિવસ આવી રહ્યો છે. આપણે આ દિવસે ભારત માતાના વીર સપૂત ભગત સિંહજીની જયંતિ મનાવીશું.

  અમે Sign Languageની અડચણો દૂર કરી- પીએમ મોદી


  ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી હતી કે, Sign Language માટે કોઈ સ્પષ્ટ હાવ ભાવ નક્કી નહોતા કે કોઈ માનક નહોતા. આ મુશ્કેલી દૂર કરવા માટે વર્ષ 2015માં Indian Sign Language Research and Training Center(ISLRT)ની સ્થાપના થઈ. મને ખુશી છે કે, આ સંસ્થા અત્યાર સુધીમાં દશ હજાર અને Expressionsના શબ્દકોષ તૈયાર કરી ચુક્યું છે.

  પ્લાસ્ટિક આપણા પર્વોની ભાવના વિરુદ્ધ- પીએમ મોદી


  પીએમ મોદીએ કહ્યું કે, આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ માટે પોલિથીન બેગ્સનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. સ્વચ્છતાના પર્વ પર પોલીથીન જે એક નુકસાનકારક કચરો છે. આ પણ આપણા પર્વોની ભાવના વિરુદ્ધ છે. એટલા માટે આપણે સ્થાનિક સ્તર પર બનેલી નોન પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરવાનું રાખીએ. આપણે સુતરાઉ, કેળા એવી કેટલીય પરંપરાગત બેગનું ચલણ ફરી એક વાર વધી રહ્યું છે. આ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારો પર તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણની સ્વસ્થ્ય રાખવાની જવાબદારી નિભાવીએ.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Mann ki baat, PM Modi Live, PM Modi speech

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन