Home /News /national-international /

Mann ki Baat : આઝાદીનો અમૃત મહોત્સવ એક જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે

Mann ki Baat : આઝાદીનો અમૃત મહોત્સવ એક જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે

PM Modi Mann ki Baat

PM Modi in Mann ki Baat :મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ટેક્નોલોજી આપણા સમાજમાં મોટું પરિવર્તન લાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો શું કરી શકે છે, તે અમે ટોક્યો ઓલિમ્પિકમાં જોયું છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું છે કે આઝાદીનું અમૃત મહોત્સવ જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે તે દેશ માટે ગર્વની વાત છે. આ વાતો તેમણે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં (Mann ki Baat) કહી. પીએમે કહ્યું, 'મિત્રો, દેશના વડાપ્રધાનોના યોગદાનને યાદ કરવા માટે આઝાદીના અમૃત મહોત્સવથી સારો સમય કયો હોઈ શકે.'

    મન કી બાતની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, 'નવા વિષયો સાથે, નવા પ્રેરણાદાયી ઉદાહરણો સાથે, નવા સંદેશાઓ સાથે, હું ફરી એકવાર તમારી સાથે 'મન કી બાત' કરવા આવ્યો છું. ચાલો એક નજર કરીએ પીએમ મોદીના આ કાર્યક્રમની ખાસ વાતો પર.





    -દિલ્લીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવાયુ છે. આ સંગ્રહાલયની મદદથી લોકોને નવી નવી વાતો જાણવા મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે પીએમ સંગ્રહાલયને લઇને મળ્યા સૌથી વધુ પત્રો

    -વડાપ્રધાન મોદીએ બાળકોને મ્યુઝિયમમાં જવાની અપીલ કરી, તેમણે કહ્યું, 'આગામી રજાઓમાં તમારા મિત્રોના વર્તુળ સાથે સ્થાનિક મ્યુઝિયમમાં જાવ. તમારે #MuseumMemories સાથે તમારો અનુભવ શેર કરવો જોઈએ.

    -પીએમ મોદીએ કહ્યું, 'બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુરુગ્રામમાં રહેતા સાર્થક જીને પહેલી તક મળતા જ મ્યુઝિયમ જોવા આવ્યા હતા. તેમણે નમો એપ પર પીએમ મ્યુઝિયમની એવી વસ્તુઓ વિશે લખ્યું છે, જેણે તેમની ઉત્સુકતા વધારી.

    -PM એ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, BHIM UPI ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો એક ભાગ બની ગયું છે. તેમણે કહ્યું કે તમારે રોજબરોજના જીવનમાં UPIની સુવિધા અનુભવવી જોઈએ. પીએમના જણાવ્યા અનુસાર, હાલમાં આપણા દેશમાં દરરોજ લગભગ 20 હજાર કરોડ રૂપિયાના ઓનલાઇન વ્યવહારો થઈ રહ્યા છે.

    પીએમ મોદીએ કહ્યું, 'મિત્રો, પાણીની ઉપલબ્ધતા અને પાણીની અછત, આ કોઈપણ દેશની પ્રગતિ અને ગતિ નક્કી કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે 'મન કી બાત'માં હું વારંવાર સ્વચ્છતા જેવા વિષયો સાથે જળ સંરક્ષણ વિશે વાત કરું છું. વિશ્વમાં પાણી એ દરેક જીવના જીવનનો આધાર છે અને પાણી એ સૌથી મોટો સ્ત્રોત પણ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Mann ki baat, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર