Mann Ki Baat: મન કી બાતમાં ઓક્સિજન-રેમડેસિવીર પર કરી ચર્ચા, જાણો મહત્ત્વની વાતો

Mann Ki Baat: મન કી બાતમાં ઓક્સિજન-રેમડેસિવીર પર કરી ચર્ચા, જાણો મહત્ત્વની વાતો
(File pic)

'ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને મફત રસી મોકલવામાં આવી છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે. હવે 1મેના રોજ, દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને આ રસી મૂકાવી શકશે.'

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) 25 એપ્રિલ, આજે સવારે રેડિયો પર 76મી વાર 'મન કી બાત' (Mann ki baat) કાર્યક્રમમાં દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ લોકોને જાગૃત્ત કરવા માટે અને લોકોનો વિશ્વાસ વધારવા માટે કોરોના સંકટમાં સેવાઓ આપનાર ડૉક્ટર્સ, નર્સ, એમ્બ્યુલન્સ ચાલક અને કોરોનાને મ્હાત આપનાર લોકો સાથે પણ વાતચીત કરી.

  'ડરશો નહીં પરંતુ સાવધ રહો'  વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, કોરોના વાયરસની ગતિ વધી રહી છે તેનાથી વધુ લોકો સાજા થઇ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના આપણા ધૈર્યની કસોટી કરી રહી છે. આપણે આ વાયરસથી ડરવાની જરૂર નથી, આપણે તેનાથી સાવધ રહેવાની જરૂર છે.

  'કોઇપણ આશંકા હોય તો ડૉક્ટરની સલાહ લો'

  પીએમ મોદીએ કહ્યું કે, હું તમને બધાને વિનંતી કરું છું કે, જો તમને કોઈ માહિતી જોઈતી હોય, જો તમને કોઈ આશંકા હોય તો, યોગ્ય સ્રોત પાસેથી જ માહિતી લો. જો તમારી પાસે નજીકમાં ફેમિલી ડૉકટરો હોય કે, આસપાસનાં ડૉકટરો હોય તો તેમનો ફોન દ્વારા સંપર્ક કરો અને સલાહ લો.

  'રસી કાર્યક્રમ નિશુલ્ક ચાલશે'

  પીએમ મોદીએ કહ્યું કે, ભારત સરકાર તરફથી નિ: શુલ્ક રસીકરણનો કાર્યક્રમ જે હાલ ચાલી રહ્યો છે તે આગળ પણ ચાલતો રહેશે. હું રાજ્યોને પણ વિનંતી કરું છું કે, ભારત સરકારની આ નિશુલ્ક રસી ઝુંબેશનો લાભ તેમના રાજ્યના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.

  COVID-19 in India: કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 3,49,691 નવા કેસ, 2767 દર્દીઓનાં મોત

  'રસી અંગે અફવાઓ ન ફેલાવશો'

  પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાના આ સંકટ સમયે, રસીનું મહત્વ દરેકને ખબર પડી રહી છે, તેથી હું તમને વિનંતી કરું છું કે, રસી વિશે કોઇ અફવાઓ ન ફેલાવશો. આપ સૌને એ પણ ખબર હશે કે, ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને મફત રસી મોકલવામાં આવી છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે. હવે 1મેના રોજ, દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને આ રસી મૂકાવી શકશે.

  'કોરોનાના મ્યુટેન્ટથી ડરવાની જરૂર નથી'

  વડાપ્રધાને મુંબઈના ડોક્ટર શશાંક સાથે પણ વાત કરી હતી. ડો. શશાંકના કહેવા પ્રમાણે લોકો કોરોનાની સારવાર મોડી શરૂ કરે છે. મોબાઇલ પર આવે તે બધી વાતો પર વિશ્વાસ મુકી દે છે. ભારતમાં સારવારના બેસ્ટ પ્રોટોકોલ ઉપલબ્ધ છે અને લોકો સાજા થઈ રહ્યા છે. કોરોનાના મ્યુટેન્ટથી ડરવાની જરૂર નથી. આ કોરોના જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. વડાપ્રધાને શ્રીનગરના ડોક્ટર નાવિદ સાથે પણ વાત કરી હતી. ડોક્ટર નાવિદે કોરોના અંગે અનેક મહત્વની જાણકારીઓ શેર કરી હતી.

  પીએમ મોદીએ રાયપુરના ડૉક્ટર બી. આર. આમ્બેડકર મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં નર્સિંગ સેવાઓ આપી રહેલા સિસ્ટર ભાવના ઘ્રુવજીને મન કી બાતમાં આમંત્રિત કર્યા હતા. પીએમએ કહ્યું કે, ભાવનાજી અને નર્સિંગ સ્ટાફના હજારો, લાખો ભાઇ બહેનોએ પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. આ આપણા માટે ઘણું જ પ્રેરણાદાયક છે. તમે તમારા અને પરિવારનાં સ્વાસ્થ્ય પર ઘ્યાન આપો.

  Sarkari Naukri: રેલવેમાં એક્ઝિક્યુટિવ અને મેનેજરની 1000થી વધારે જગ્યા, 10મું પાસ માટે પણ છે તક

  કોની કોની સાથે વાત કરી?

  મન કી બાત'માં પીએમ મોદીએ મુંબઇનાં ડૉક્ટર શશાંક, શ્રીનગરનાં ડૉક્ટર નાવેદ, રાયપુરનાં એક હૉસ્પટિલની નર્સ સિસ્ટર ભાવના ઘ્રુવ, બેંગ્લુરૂનાં કેસી જનરસ હૉસ્પિટલની નર્સ સિસ્ટર સુલેખા, એમ્બ્યુલન્સ ચાલક પ્રેમ વર્મા અને ગુરુગ્રામની કોરોના ફાઇટર પ્રીતિ સાથે વાત કરીને તેમના અનુભવ પૂછ્યાં હતાં.

  'મન કી બાત'માં પીએમ મોદીનું આખું સંબોધન સાંભળો  આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજવામાં આવે છે. જેમાં પીએમ મોદી દેશના મોટા મુદ્દા પર પોતાના વિચારો જનતા સામે મુકે છે. પીએમ મોદીએ આ પહેલા 28 માર્ચે મન કી બાત કાર્યક્રમમાં અનેક લોકોને સંબોધિત કર્યા હતા.

  આ કાર્યક્રમને આકાશવાણી અને દૂરદર્શનના કોઈપણ નેટવર્ક પર સાંભળી શકાય છે. આ કાર્યક્રમને ફોન પર પણ સાંભળી શકાય છે. આ માટે તમારે 1922 નંબર ડાયલ કરવાનો રહે છે. આ પછી તમને એક કોલ આવશે. જેમાં તમે તમારી પસંદની ભાષા પસંદ કરી શકો છો. અને આ કાર્યક્રમ સાંભળી શકો છો.
  Published by:Kaushal Pancholi
  First published:April 25, 2021, 10:02 am

  ટૉપ ન્યૂઝ