Home /News /national-international /

Modi@8: PM મોદીનો જાદુ અકબંધ, કોંગ્રેસ પાસે ટ્રિક્સની બેગ ખાલી થઈ ગઈ હોય તેવું લાગે છે!

Modi@8: PM મોદીનો જાદુ અકબંધ, કોંગ્રેસ પાસે ટ્રિક્સની બેગ ખાલી થઈ ગઈ હોય તેવું લાગે છે!

ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મોટા રાજ્યોમાં ચૂંટણી (Election) વિજય પરથી જનતાના બહોળા વર્ગનો મૂડ ભાજપની તરફેણમાં હોવાનું જણાય છે (PTI)

Modi government - મોદીના વડપણ હેઠળની ભાજપ (BJP)નું માનવું છે કે, 2014થી દેશની રાજનીતિ બદલાઈ રહી છે અને રાજકારણ (Politics)માં પરિવારવાદને રાષ્ટ્રીય સ્તરે નકારી કાઢવામાં આવી રહ્યો છે

લોકોનો મૂડ બદલવા માટે સત્તાના આઠ વર્ષ લાંબો સમય છે. 2012ની આસપાસ એક પછી એક કૌભાંડોએ સરકારને ધ્રુજાવી ત્યારે જ મનમોહનસિંહને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)ના પાછલાં આઠ વર્ષોમાં થયેલા બેવડા વિજયો તે સમયે માત્ર સ્મૃતિ જ બની ગઈ હતી. જોકે નરેન્દ્ર મોદી (Narendra modi) આવી મુશ્કેલીઓને ટક્કર આપી રહ્યા હોય તેવું લાગે છે. વડાપ્રધાન તરીકે આઠ વર્ષ પૂર્ણ કરીને મોદી (PM modi) 2024માં સામાન્ય ચૂંટણીઓ પહેલા મક્કમ સ્થિતિમાં છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મોટા રાજ્યોમાં ચૂંટણી (Election) વિજય પરથી જનતાના બહોળા વર્ગનો મૂડ ભાજપની તરફેણમાં હોવાનું જણાય છે.

ફુગાવાનો મુદ્દો, મહામારી, ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત સ્ટેન્ડ-ઓફ અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ જેવા પડકારો મોદી જેવા મજબૂત નેતા જ કુશળતાપૂર્વક નેવિગેટ કરી શકે અથવા ઉકેલી શકે તેવા અભિપ્રાય તરફ લોકો ઢળી રહ્યા હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ વાતને સાબિત કરવા માટે આ સ્થિતિમાં રાહુલ ગાંધી (Rahul gandhi)ના નેતૃત્વની કલ્પના કરવાની ટ્રિક વાપરી હતી.

કોંગ્રેસ (Congress)ના નેતા તરીકે સોનિયા ગાંધી (Sonia gandhi) 2004માં અટલ બિહારી વાજપેયી જેવા ભાજપના દિગ્ગજોને વડાપ્રધાન પદેથી નિવૃત્ત કરી શક્યા છે અને 2009માં લાલકૃષ્ણ અડવાણીની મહત્વાકાંક્ષાને હરાવી શક્યા છે, પરંતુ તેઓ અથવા મોદીનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા છે.

મોદીના વડપણ હેઠળની ભાજપ (BJP)નું માનવું છે કે, 2014થી દેશની રાજનીતિ બદલાઈ રહી છે અને રાજકારણ (Politics)માં પરિવારવાદને રાષ્ટ્રીય સ્તરે નકારી કાઢવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રવાદી જુસ્સામાં વધારો, જ્ઞાતિ આધારિત રાજકારણના સ્થાને વ્યાપક હિન્દુત્વ (Hindutva)ના મુદ્દાને બેઝ બનાવવો અને ગરીબ ગ્રામીણ મતદાતાઓનો વિકાસ એ જીતની ફોર્મ્યુલા છે. વિપક્ષમાં માત્ર મજબૂત ચહેરાનો જ અભાવ નથી, વાત રજૂ કરવાની રીતનો પણ અભાવ છે. 2014થી આગેવાની સાંભળવા કોંગ્રેસને બદલે વિવિધ પ્રાદેશિક નેતાઓની મહત્વાકાંક્ષાઓ વચ્ચે મોટો વિપક્ષી મોરચો રચવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તેમને વિપક્ષના વડાપ્રધાન તરીકેના ચહેરા માટે રાહુલ ગાંધી માફક આવતા નથી.

આ પણ વાંચો - Modi@8: પીકોક હેટથી જાપી ટોપી સુધી, જુઓ પીએમ નરેન્દ્ર મોદીની રંગબેરંગી પાઘડીઓ

મોદી કેવી રીતે જીતે છે?

નરેન્દ્ર મોદીની 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીની જીત પાછળ બે સ્પષ્ટ કારણો છે. 2014માં યુપીએના 10 વર્ષના શાસન સામે એન્ટી ઇન્કમ્બન્સી, ભ્રષ્ટાચારના કૌભાંડો અને લોકપાલ પર અન્નાની ચળવળે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન તરફ લોકોનું વલણ બદલી નાખ્યું હતું. બીજી તરફ મોદીના રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ અને તેમના વંશવાદ વિરોધી તેજાબી ચૂંટણી અભિયાને લોકોની નજર ખેંચી હતી. હિન્દુત્વ અને વિકાસ (Development)ના વચનના બેવડા ડોઝને કારણે પ્રચંડ સમર્થન મળ્યું હતું, જેના કારણે ભાજપે 282 બેઠકો પોતાના દમ પર જીતી અને 80 બેઠકોમાંથી 73 બેઠકો સાથે ઉત્તરપ્રદેશમાંથી હરીફોનો સફાયો કર્યો હતો.

2019ની જીત વધુ મોટી હતી અને તેના પાછળ પણ ઘણા કારણ હતા. સત્તાના પાંચ વર્ષ દરમિયાન મોદીએ મતદારો (Voters)ની નવી કેટેગરી બનાવી હતી. જેને લાભાર્થી વર્ગ કહેવાય છે. જેમાં મુખ્યત્વે ગામડાંના ગરીબોનો સમાવેશ થતો હતો. જેમને સરકાર તરફથી ગેસ સિલિન્ડર, શૌચાલય, બેંક એકાઉન્ટ કે ઘર વગેરેના રૂપમાં એક યા બીજા લાભ મળ્યા હતા. આ લાભ કોઈ વચેટિયા કે દલાલી વગર મળ્યા હતા.

આમ જુઓ તો મોદીના મુખ્ય સમર્થકો મહિલાઓ હતી. 2019માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મત આપવા માટે જાતિ જેવા પરંપરાગત પરિબળો કરતા આ વર્ગ મોટો થયો હોય તેવું લાગે છે. ચૂંટણીના માત્ર બે મહિના પહેલા પુલવામા હુમલો થયો હતો. આ હુમલા બાદ પાકિસ્તાનમાં બાલાકોટ સ્ટ્રાઇક સાથે રાષ્ટ્રવાદનો જુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. જે ભાજપને મોટી જીત તરફ લઈ ગઈ હતી. આ સાથે જ રાફેલ કૌભાંડનો રાહુલ ગાંધીનો મુદ્દો ધોવાઈ ગયો હતો અને વિપક્ષને પાસે કોઈ નવો મુદ્દો ન હતો. આ ચૂંટણી ભાજપ 303 બેઠકો સાથે જીતી ગયો હતો અને ઓછા માર્જિનથી જીત મળશે તે બાબતનો છેદ ઉડાડી દીધો હતો.

મોદી 2.0ના ત્રણ વર્ષ

મોદીના બીજા કાર્યકાળની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 કલમોને નાબૂદ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવા જેવા મોટા-મોટા પગલાઓથી થઈ હતી. આગામી મહિનાઓમાં જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવી એ કેન્દ્ર માટે મોટો પડકાર છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ તરફથી રામ મંદિરનો ચુકાદો મોદી સરકાર માટે વધુ એક હુકમના એક્કા સમાન હતો. અયોધ્યામાં મંદિર બની રહ્યું હોવાના પરિબળે 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોટી જીતમાં ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો - 'પહેલા નોર્થઇસ્ટને નીચી નજરે જોવામાં આવતું, પીએમ મોદીએ અમને સન્માન અપાવ્યું' - બિરેન સિંહ

જો કે, કૃષિ સુધારણા માટે ત્રણ કૃષિ કાયદાઓ લાવવા અને નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) લાગુ કરવા જેવા અન્ય મોટા પગલાઓ અપેક્ષા મુજબ ખરા ઉતર્યા નથી. દિલ્હીની સરહદો પર મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના ખેડૂતોના એક વર્ષ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા પડ્યા હતા. શાહીન બાગના વિરોધ પ્રદર્શને વિશ્વનું ધ્યાન ખેંચ્યા બાદ સંસદમાં લાગુ કરવામાં આવ્યું હોવા છતાં CAAનો અમલ હજી બાકી છે.

જોકે મોદીની આગેવાની હેઠળ કોરોના મહામારીને કંટ્રોલ કરવી, બે સ્વદેશી રસીઓનું પ્રારંભિક ઉત્પાદન અને દેશમાં રસીકરણનો કુલ આંકડો લગભગ 200 કરોડ સુધી પહોંચવા જેવા મુદ્દા વૈશ્વિક મંચ પર સારી રીતે ટાંકવામાં આવેલી સિદ્ધિઓ છે. મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ દેશને સંકટ અને આર્થિક વિનાશથી બચાવવામાં આવ્યો હોવાનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં ભાજપ સફળ રહ્યો છે.

વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીમાં જ્ઞાનવાપી જેવી કાનૂની લડાઇઓ અથવા હિન્દુત્વના અવાજની વધતી જતી પીચ 2024 પહેલા મોદીની રાજકીય તાકાત વધારશે તેવી અપેક્ષા છે. વૈશ્વિક મંચ પરની ટીકા તીખી બની રહી છે, પણ આવી ઘટનાઓ અંગે અગ્રણી રાષ્ટ્રો તરફથી સત્તાવાર રાજદ્વારી પ્રતિક્રિયાનો અભાવ છે. આ અભાવ મોદીની આગેવાની હેઠળ ભારત હવે મજબૂત રાષ્ટ્ર બની ગયું હોવાનું અને ભારતને કોઈ પણ દેશ નારાજ કરવા માંગતો ન હોવાનો ભાજપના દૃષ્ટિકોણને વધુ મજબૂત બનાવે છે. બીજી તરફ ભારતમાં નબળો વિપક્ષ તેનો સામનો કરવામાં અસમર્થ છે.
First published:

Tags: Modi Government 2.0, Sonia Gandhi, પીએમ મોદી

આગામી સમાચાર