ન્યૂયોર્ક : અમેરિકાના સાત દિવસના પ્રવાસ બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે રાત્રે નવી દિલ્હી આવવા રવાના થઈ ગયા છે. તેમની ફ્લાઇટ રસ્તામાં ફ્રેંકફર્ટ ખાતે ટેક્નિકલ વિરામ માટે રોકાશે, જ્યાંથી તેઓ સીધા દિલ્હી પહોંચશે. ન્યૂયોર્કથી રવાના થતા પહેલા પીએ મોદીએ એક ટ્વિટ કર્યું હતું અને તમામ પ્રવાસી ભારતીયો (NRI) અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નો આભાર માન્યો હતો.
પીએમ મોદીનું ટ્વિટ :
"બે સમુદાય વચ્ચેનું જોડાણ (કોમ્યુનિટિ કનેક્ટ ) ભારત અને અમેરિકાના સંબંધોનું હૃદય છે. હું Howdy Modi કાર્યક્રમને ક્યારેય નહીં ભૂલું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીને કારણે આ કાર્યક્રમ વધારે ભવ્ય થયો હતો. તેમની હાજરીથી એવું સાબિત થયું હતું કે તેઓ ભારત સાથે સારા સંબેધો અને ત્યાં રહેતા ભારતીય-અમેરિકનોને કેટલું મહત્વન આપે છે."
અમેરિકાથી પરત ફર્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થશે. 28મી સપ્ટેમ્બરે મોદી અમેરિકાથી પાછા આવશે ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારી બીજેપી તરફથી કરવામાં આવી છે. વડાપ્રધાન દિલ્હી પહોંચશે ત્યારે એરપોર્ટ બહાર રસ્તાની બંને બાજુ બીજેપીના કાર્યકરો હાજર રહશે. આ દરમિયાન દિલ્હી બીજેપી પ્રમુખ મનોજ તિવારી સહિતના બીજેપીના અન્ય મોટા નેતા હાજર રહેશે.
20 સપ્ટેમ્બરે મોદી US પ્રવાસે રવાના થયા હતા
પીએમ મોદી 20મી સપ્ટેમ્બરના રોજ રાત્રે સાત દિવસના અમેરિકાના પ્રવાસે રવાના થયા હતા. 22મી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના સન્માનમાં હ્યૂસ્ટનમાં ખૂબ જ ભવ્ય Howdy Modi કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીના આ કાર્યક્રમમાં આશરે 50 હજાર જેટલા ભારતીય-અમેરિકનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ન્યૂયોર્કમાં બીજી મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર