PM મોદીએ મુંબઈ, કોલકાતા અને નોઇડામાં ત્રણ હાઇટેક કોવિડ લેબનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગથી લેબનું ઉદ્ઘાટન કર્યું.

કોવિડ-19ની મહામારી સામેના જંગમાં ICMRની આ ત્રણ લૅબ્સ કેવી રીતે કરશે મદદ?

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી (PM Modi)એ સોમવારે ત્રણ શહેર મુંબઈ (Mumbai), કોલકાતા (Kolkata) અને નોઇડા (Noida)માં કોવિડ-19 (Covid-19)ની તપાસ માટે ત્રણ હાઇટેક લેબ્સનું ઉદ્ઘાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ લેબના ઉદ્ઘાટન બાદ આપેલા ભાષણમાં કહ્યુ હતુ કે, કોરોડો નાગરિકો બહાદુરી પૂર્વક કોરોના સામે લડી રહ્યા છે. આજે જે હાઇટેક સ્ટેટ ઑફ આર્ટ ટેસ્ટિંગ સુવિધા શરૂ થઈ છે તેનાથી પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને કોરોના સામે લડવામાં નવી તાકાત મળશે.

  વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યુ કે, કોરોના સામે લાંબી લડાઈમાં સૌથી વધારે જરૂરી હતું કે દેશમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સેવાઓને વધારે મજબૂત બનાવવામાં આવે. આ જ કારણે કેન્દ્ર સરકારે શરૂઆતમાં જ એક કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. સાથે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોરાનાથી આપણે ખૂદના બચાવવાના છે સાથે તમામ લોકોને પણ બચાવવાના છે.

  આશા રાખવામાં આવી રહી છે કે આ લૅબ્સની મદદથી ભારતને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વિરુદ્ધ લડવા માટે વધુ તાકાત મળશે. ભારતે આવનારા દિવસોમાં દરોરોજ 10 લાખ કોરોના ટેસ્ટ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ લૅબ ભારતને આ લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરશે.

  આ લૅબ્સમાં ખૂબ જ ઉન્નત કોબાસ 8800 મશીન લાગેલા છે. તે સમગ્રપણે ઓટોમેટિક મશીનો છે. 15 X 7 ફુટના આ મશીનની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે, જે રોજના ત્રણ હજાર સેમ્પલની તપાસ કરી શકે છે. કોરોના મહામારી ખતમ થયા બાદ આ મશીનોનો ઉપયોગ હેપટાઇટિસ-બી અને સી, HIV, માઇક્રોબેક્ટેરિયમ, TB અને ડેન્ગ્યૂ જેવી બીમારીઓના તપાસમાં ઉપયોગમાં લેવાશે.

  આવો એક નજર કરીએ આ લૅબ્સ ક્યાં આવેલી છે અને તેની ખાસિયત શું છે...

  >> ક્યાં આવેલી છે લૅબ? - ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની આ લૅબ્સ નોઇડા, મુંબઈ અને કોલકાતામાં છે.  >> ટેસ્ટની ક્ષમતા - આ લૅબ્સથી કોરોનાની તપાસના કામમાં ઝડપ આવશે. ત્રણેય લૅબમાં દરરોજ કુલ મળીને 10,000 સેમ્પલની તપાસ કરી શકાશે.

  >> આધુનિક લૅબ - ટેસ્ટિંગ સુવિધાના માધ્યમથી તપાસમાં ઓછો સમય લાગશે અને લૅબના સ્ટાફને પણ સંક્રમણવાળી વસ્તુઓ સાથે વધુ સંપર્કમાં નહીં આવવું પડે.

  આ પણ વાંચો, ચિંતાનું કારણઃ ભારતમાં કોરોનાના 14 લાખ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 49,931 નવા કેસ

  >> સારવારમાં ઝડપ - PMO મુજબ, આ ત્રણેય સેન્ટર શરૂ થવાથી દેશમાં કોરોના તપાસ કરવાની ક્ષમતા વધશે, બીમારીની પ્રારંભિક ઓળખ થઈ શકશે અને સમયસર સારવાર કરવામાં ઝડપ આવશે.  >> બીજી બીમારીઓની પણ થશે તપાસ - કોરોના મહામારી ખતમ થયા બાદ આ લૅબ બીજી બીમારીઓના પણ ટેસ્ટ કરશે. અહીં હેપટાઇટિસ-બી અને સી, HIV, માઇક્રોબેક્ટેરિયમ, TB અને ડેન્ગ્યૂ જેવી બીમારીઓના તપાસમાં ઉપયોગમાં લેવાશે.

  આ પણ વાંચો, માસ્ક વગર રસ્તે રખડતા બકરાને પકડીને લઈ ગઈ પોલીસ! જાણો સાચી હકીકત

  >> તપાસમાં ઝડપ - હાલમાં દરરોજ 50 હજારની આસપાસ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ છે દેશભરમાં કોરોનાનું તાબડતોડ ટેસ્ટિંગ. 27 જુલાઇએ ભારતમાં 5,15,472 સેમ્પલનું ટેસ્ટિંગ થયું. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આવનારા દિવસોમાં તપાસમાં વધુ ઝડપ લાવવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે આગામી થોડાક મહિનામાં દરરોજ લગભગ 10 લાખ ટેસ્ટ થશે.
  Published by:Mrunal Bhojak
  First published: