Home /News /national-international /પીએમ મોદીએ G20 અધ્યક્ષતાનો લોગો, થીમ અને વેબસાઈટને લોન્ચ કરી, કહ્યું- દેશ માટે ઐતિહાસિક ક્ષણ

પીએમ મોદીએ G20 અધ્યક્ષતાનો લોગો, થીમ અને વેબસાઈટને લોન્ચ કરી, કહ્યું- દેશ માટે ઐતિહાસિક ક્ષણ

જી20ની અધ્યક્ષતાના લોગો, થીમ અને વેબસાઈટનું અનાવરણ કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતની G20ની અધ્યક્ષતાનો લોગો, થીમ અને વેબસાઈટનું અનાવરણ કર્યું અને તેને દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ભારતની જી20 અધ્યક્ષતાના ઐતિહાસિક પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપુ છું. ‘વસુધૈવ કુટુમ્બકમ’ વિશ્વ પ્રત્યે ભારતની કરુણાનું પ્રતિક છે. કમળ વિશ્વને એક સાથે લઈ આવવામાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વિશ્વાસને ચિત્રિત કરે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતની G20ની અધ્યક્ષતાનો લોગો, થીમ અને વેબસાઈટનું અનાવરણ કર્યું અને તેને દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ભારતની જી20 અધ્યક્ષતાના ઐતિહાસિક પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપુ છું. ‘વસુધૈવ કુટુમ્બકમ’ વિશ્વ પ્રત્યે ભારતની કરુણાનું પ્રતિક છે. કમળ વિશ્વને એક સાથે લઈ આવવામાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વિશ્વાસને ચિત્રિત કરે છે. તેમણે કહ્યું કે દુનિયા વિનાશકારી COVID-19 મહામારી પછીના પ્રભાવમાંથી પસાર થઈ રહી છે. એવામાં G20 લોગોનું પ્રતિક આશાનું પ્રતિનિધિત્વ છે. પરિસ્થિતિઓ કેટલી પણ વિપરીત શાં માટે ન હોય, કમળ ખિલતું જ રહે છે.

    પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે G20 લોગો માત્ર એક લોગો નથી પરંતુ તે એક સંદેશ અને લાગણી છે જે આપણી નસોમાં છે. આ એક ઠરાવ છે, જે આપણા વિચારમાં સમાવિષ્ટ છે. પીએમ મોદીએ કહ્યું, 'કમળ પરની સાત પાંખડીઓ વિશ્વના સાત ખંડો અને સંગીતના સાત સૂરોનું પ્રતિનિધિત્વ કરે છે. G20 વિશ્વને સુમેળમાં લાવશે. આ લોગોમાં કમળનું ફૂલ ભારતની પૌરાણિક વિરાસત, આપણી શ્રદ્ધા, આપણી બુદ્ધિનું નિરૂપણ કરે છે.

    ભારત 1 ડિસેમ્બરથી ઈન્ડોનેશિયાથી જી20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે

    આ લોગો, થીમ્સ અને વેબસાઈટ્સ ભારતનો સંદેશ અને વિશ્વ પ્રત્યેની તેની વ્યાપક પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરશે. ભારત 1 ડિસેમ્બરથી ઇન્ડોનેશિયાથી G20ની અધ્યક્ષતા સંભાળશે. G20 અથવા 20 દેશોનું જૂથ એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. આમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) સામેલ છે.

    આંતરારાષ્ટ્રીય આર્થિક સહયોગનું પ્રમુખ મંચ છે જી20

    જે વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. મંત્રાલયે કહ્યું, "G20 ના પ્રમુખપદ દરમિયાન, ભારત દેશભરમાં વિવિધ સ્થળોએ 32 વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ 200 બેઠકો કરશે. આગામી વર્ષે યોજાનારી G20 સમિટ ભારત દ્વારા આયોજિત થનારી ટોચની સ્તરની આંતરરાષ્ટ્રીય સમિટ પૈકીની એક હશે. ભારત હાલમાં G20 ટ્રોઇકા (વર્તમાન, ભૂતકાળ અને આગામી G20 પ્રેસિડન્સી)નો ભાગ છે જેમાં ઇન્ડોનેશિયા, ઇટાલી અને ભારતનો સમાવેશ થાય છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: G20 Summit, Naredndra modi, PM Narenra Modi

    विज्ञापन
    विज्ञापन