નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે સ્વચ્છ ભારત મિશન-શહેરી (Swachh Bharat Mission-Urban (SBM-U) 2.0) અને કાયાકલ્પ શહેરી સુધાર માટે અટલ મિશનના (Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) 2.0) બીજા ચરણની શરૂઆત કરી છે. આ દરમિયાન તેઓએ ભીમરાવ આંબેડકરને (B. R. Ambedkar) યાદ કર્યા અને કહ્યું કે, આગામી ચરણ બાબા સાહેબના (Baba Saheb) સપનાઓને પૂરા કરવાની દિશામાં પણ એક અગત્યનું પગલું છે.
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શહેરોને કચરાના ઢગલાગથી મુક્ત બનાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, 2014માં દેશવાસીએ ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત (ODF) કરવાનો સંકલ્પ લીધો હતો. 10 કરોડથી વધુ શૌચાલયોના નિર્માણની સાથે દેશવાસીઓએ આ સંકલ્પ પૂરો કર્યો. હવે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0નું લક્ષ્ય છે કચરાથી મુક્ત શહેર, કચરાના ઢગલાઓથી પૂર્ણપણે મુક્ત શહેર બનવું જોઈએ. મિશન અમૃતને લઈને વડાપ્રધાને કહ્યું કે, મિશન અમૃતના આગા મી ચરણમાં દેશમાં લક્ષ્ય છે- સીવેજ અને સેપ્ટિક મેનેજમેન્ટ વધારવું, પોતાના શહેરોને વોટર સિક્યોર સિટીઝ બનાવવા અને સુનિશ્ચિત કરવું કે આપણી નદીઓમાં ક્યાં પણ કોઇ ગંદું નાળું ન હોય.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સફાઈકર્મીઓને અભિયાનના મહાનાયક કહ્યા છે. તેમણે કહ્યું કે, આપણા સફાઈ મિત્ર, દરરોજ ઝાડૂ ઉઠાવીને રસ્તાઓ પર સફાઈ કરનારા આપણા ભાઈ-બહેન, કચરાની દુર્ગંધને સહન કરતાં કચરો સાફ કરનારા આપણા સાથી, સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાના કઠિન સમયમાં તેમના યોગદાનને દેશે નજીકથી જોયું છે.
The garbage mountains in cities will be processed and removed completely as part of Swachta second phase. One such garbage mountain has been in Delhi for long, it's also waiting to be removed...: PM Modi at the launch of Swachch Bharat 2.0 pic.twitter.com/TLBjktiHaz
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બાબા સાહેબ, અમાનતા દૂર કરવાનું મોટું માધ્યમ શહેરી વિકાસને માનતા હતા. સારા જીવનની આકાંક્ષામાં ગામોમાંથી ઘણા લોકો શહેરો તરફ આવે છે. આપણે જાણીએ છીએ કે તેમને રોજગાર તો મળી જાય છે પરંતુ તેમનું જીવન સ્તર ગામથી પણ મુશ્કેલ સ્થિતિમાં રહે છે. તેમના પર આ એક પ્રકારનો બમણો માર હોય છે. એક તો ઘરથી દૂર, ઉપરથી આવી સ્થિતિમાં રહેવું. આ સ્થિતિને બદલવા પર, આ અસમાનતાને દૂર કરવા પર બાબા સાહેબ ભાર મૂકતા હતા. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનું આગામી ચરણ, બાબા સાહેબના સપનાંઓને પૂરા કરવાની દિશામાં પણ એક અગત્યનું પગલું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર