PM મોદીએ કહ્યું, દેશની અર્થવ્યવસ્થાને લેન્ડમાઈન પર બેસાડીને ગઈ હતી કોંગ્રેસ

News18 Gujarati
Updated: September 1, 2018, 9:10 PM IST
PM મોદીએ કહ્યું, દેશની અર્થવ્યવસ્થાને લેન્ડમાઈન પર બેસાડીને ગઈ હતી કોંગ્રેસ
પીએમ મોદીએ શનિવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેક (આપીપીબી)ને લોન્ચ કરી.

પીએમ મોદીએ શનિવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેક (આપીપીબી)ને લોન્ચ કરી.

  • Share this:
પીએમ મોદીએ શનિવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેક (આપીપીબી)ને લોન્ચ કરી. દેશભરમાં આઈપીપીબીની 650 શાખાઓ છે અને 3250 એક્સેસ પોઈન્ટ છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે આમાં 20 લાખ લોકો જોડાયેલા છે. આખા દેશમાં રહેલ 1.55 લાખ પોસ્ટ ઓફિસ 31 ડિસેમ્બર 2018માં આ પ્રણાલી સાથે જોડાશે.

આ અવસરે પીએમ મોદીએ કહ્યું, આ સેવા દેશના દરેક ગરીબ માટે છે. કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા આઈઆઈટીથી છે તેથી તેઓ દરેક કાર્યક્રમને ટેકનોલોજી સાથે જોડી દે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી દેશના છેવાડાના માનવી સુધી બેંકિગની સુવિધાના માર્ગ ખુલી રહ્યાં છે.

પીએમે કહ્યું, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેકની જગ્યાએ દેશમાં એક મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. સરકાર પહેલા જ જનધન યોજના હેઠળ ખાતા ખોલાવી ચૂકી છે અને હવે બેંકને દરેક ગામ અને ગરીબના દરવાજા સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

પોસ્ટમેન હવે ચાલતી-ફરતી બેંક બની ગઈ છે. લોકોનું વિશ્વાસ પોસ્ટમેનના પ્રત્યે ક્યારેય ડગમગ્યું નથી. પોસ્ટમેન અને પોસ્ટ ઓફિસનું આપણા જીવનમાં આજે પણ મહત્વપૂર્ણ સ્થાન છે, સેકન્ડો લોકો મને ચિઠ્ઠી મોકલે છે, જ્યારે તેમને વાંચું છું ત્યારે લાગે છે કે, સામે આવીને કોઈ મને તેમની વાત કહી રહ્યું છે. તેથી અમે પોસ્ટ વ્યવસ્થાને સુધારવા માટે જઈ રહ્યાં છીએ.

પીએમે ટેક્નોલોજીનો પ્રયોગ પોસ્ટ ઓફિસમાં કરવાની વાત પણ કરી. તેમને કહ્યું, ટેકનોલોજીને આધાર બનાવીને પોસ્ટ ઓફિસને વિકસિત કરીશું. અમે આને 21મી સદીનો સૌથી શક્તિશાળી સિસ્ટમ બનાવીશું.

આ સેવાથી ખેડૂતોને ખુબ જ લાભ મળશે. વડાપ્રધાન પાક વિમાને પણ આનાથી ખુબ જ પ્રોત્સાહન મળશે. બધી જ યોજનાઓના ક્લેમની રાશિ ઘરે બેઠા જ લઈ શકાશે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પુત્રીઓના નામ પર પૈસા બચાવવાના આંદાલનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.આ અવસરે પીએમ મોદી કોંગ્રેસ પર પણ નિશાન સાધવાનું ચૂક્યાં નહતા, તેમને કહ્યું કે, આઝાદી પછીથી લઈને વર્ષ 2008 સુધી દેશની બેંકોએ 18 લાખ કરોડ રકમ જ લોનના રૂપમાં આપી હતી જ્યારે 2008 પછી પાછલી સરકારે 52 લાખ કરોડ રૂપિયા લોકોને આપી દીધા.

મોદીએ કહ્યું કે, જેમને લાગે છે કે, જેમને લાગી રહ્યું હતું કે, નામદાર પરિવારની ભાગીદારી અને મહેરબાનીથી તેમને મળેલા લાખો-કરોડો રૂપિયા હંમેશા તેમની પાસે રહેશે, હંમેશા ઈનકમિંગ જ રહેશે, હવે તેમના ખાતામાંથી આઉટગોઈંગ પણ શરૂ થઈ ગયું છે.

પીએમે કહ્યું, 12 મોટા ડિફોલ્ટર, જેમને 2014થી પહેલા લોન આપી હતી, જેમની એનપીએની રકમ લગભગ પોણા બે કરોડ રૂપિયા છે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને પરિણામ આજે જોવા મળી રહ્યાં છે.

કોંગ્રેસ પર હુમલો કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 2014માં અમારી સરકાર બનવાના થોડા જ સમયમાં અમને ખબર પડી ગઈ કોંગ્રેસ દેશની અર્થવ્યવસ્થાને એક લેન્ડમાઈન પર બેસાડીને ગઈ છે, તે સમયે દેશ અને દુનિયા સામે જો સત્ય બહાર આવી જતું તો એવો વિસ્ફોટ થતો કે અર્થવ્યવસ્થા પડી ભાગતી. ખુબ જ સાવધાની સાથે આ સંકટથી દેશને બહાર નિકાળવામાં આવ્યો.

પીએમે કહ્યું, 8.2 ટકાની દરે થઈ રહેલા વિકાસ ભારતની અર્થવ્યવસ્થાની વધતી તાકાત દર્શાવી રહ્યું છે. આ એક નવા ભારતની તસ્વીર બતાવે છે. આ બધાની મહેનતનો ફળ છે.

 
First published: September 1, 2018, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading