Home /News /national-international /પીએમ મોદીની મોટી જાહેરાત: જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાશે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ

પીએમ મોદીની મોટી જાહેરાત: જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાશે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ

જાંબુઘોડામાં પીએમ મોદીનું સંબોધન

જાંબુઘોડામાં પીએમ મોદીએ સંબોધન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે  આદિવાસી સૈનિકો યાદ કર્યા હતા.

 • News18 Gujarati
 • Last Updated :
 • Panch Mahals, India
  જાંબુઘોડા: જાંબુઘોડામાં પીએમ મોદીએ સંબોધન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે  આદિવાસી સૈનિકો યાદ કર્યા હતા. જનજાતિ સમાજના ગૌરવ સાથે જોડાયેલા ઈતિહાસને પીએમ મોદીએ યાદ કર્યા હતા. જાંબુઘોડા મારા માટે નવું નથી, અનેક વાર આવ્યો છું, આ ઉપરાંત તેમણે નાયકડા આંદોલન 1857ની એક ક્રાંતિને પણ યાદ કરી હતી.

  પીએમ મોદીએ આગળ કહ્યું કે, 1857માં જે ક્રાંતનિ વાત કરીએ છીએ, તેમાં તાત્યા ટોપેના સાથીઓ આ ધરતીના વીરબંકાઓ હતા. સીમિત હાથમાં પણ માતૃભૂમિની રક્ષા માટે અંગ્રેજી હકુમતના પાયા હલાવી નાખ્યા હતા. 20-22 વર્ષ પહેલા જ્યારે તમે મને ગુજરાતમાં શાસન કરવાનો મોકો આપ્યો, તે પહેલાનો આ વિસ્તાર યુવાનો અત્યાર વિચારી પણ ન શકે કે કેવા સંજોગોમાં જીવ્યા છે. આદિવાસી ક્ષેત્રોમાં મૂળભૂત સેવાઓનો અભાવ હતો.

  આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, પહેલાના સમયમાં ધારાસભ્યો મારી પાસે આવતા અને ખાલી એક હેંડપંપ માગતા, જો એ પાસ થઈ જાય તો ઢોલ નગારા વગાડીને ખુશીઓ વ્યક્ત કરતા હતા, આ મોદી સાહેબ અને ભૂપેન્દ્ર ભાઈ પાઈપથી પાણી લાવવા મંડ્યા છે.

  આ પણ વાંચો: પીએમ મોદી એક મહાન દેશભક્ત, તેમની લીડરશિપમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ : પુતિન

  જનજાતિય બહેનોની આવક વધારવા માટે સખીમંડળોની વ્યવસ્થા તથા આવક વધારવા માટે વિકાસના કામો કર્યા. અમે આ વિસ્તારના લોકોને અહીંજ કામ આપ્યા છે. પહેલા તો સૌરાષ્ટ્ર કચ્છમાં રોડના કામ કરવા જવું પડતું હતું.

  1400થી વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આ આદિવાસી વિસ્તારમાં ભૂપેન્દ્ર ભાઈ અને નરેન્દ્ર ભાઈની ડબલ એન્જીન સરકારે વસાવ્યા છે. ઉંમરગામથી અંબાજી સુધી મેડિકલ કોલેજનું આખું એક નેટવર્ક ઊભું કરવાના છીએ.  24 કલાક વિજળી આપવાનું કામ આપણે ડાંગથી શરુઆત કરી અને આખા ગુજરાતમાં જોતજોતામાં કામ પુરુ કર્યું.

  આદિવાસીઓ આદિકાળથી આપણી સાથે છે, પણ જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપની અને અટલજીની સરકાર ન આવી ત્યાં સુધી કેન્દ્ર સરકારમાં આદિવાસીઓનું મંત્રાલય જ નહોતું, કોઈ પણ મંત્રી પણ નહોતો, કોઈ બજેટ પણ નહોતું, આ તો ભાજપની લાગણીના કારણે અલગ મંત્રાલય બન્યું, મંત્રી બન્યા અને બજેટ ફાળવી ખર્ચા કર્યા, ભાજપે વનધન જેવી યોજના બનાવી, અંગ્રેજોના જમાનાનો કાળો કાયદો બદલી નાખ્યો, જેના માટે તેમણે વાંસનું ઉદાહણ પણ આપ્યું હતું.

  વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, હવે તો ગરીબ મા-બાપનો દિકરો પણ પોતાની ભાષામાં ડોક્ટર એન્જીનિયર બની શકશે. અંગ્રેજી ના આવડતું હોય તો નહીં ચાલે એવું નથી. હું ગુજરાતી ભાષમાં વિદ્યાર્થીઓ ભણી શકે તેવી વ્યવસ્થા આદિવાસી વિસ્તારોમાં કરી રહ્યો છું. મારા આદિવાસી ભાઈઓ-બહેનો માટે મેં કામ કર્યું છે. વોટ લેવા હોત તો અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોને પકડ્યા હોત. મારે તો આદિવાસીઓનો વિકાસ કરવો છે.


  ભાજપે આદિવાસીઓના સન્માન માટે અનેક પગલાઓ ભર્યા છે. જનજાતિ સમાજના વિકાસ માટે એના નિતિનિર્ધારણમાં તેમને સામેલ કર્યા છે. સમગ્ર દેશમાં 15 નવેમ્બરે બિરસા મુંડા જન્મદિવસ પર જનજાતિય ગૌરવ દિવસ યોજવાનું નક્કી કર્યું છે.પઢાઈ, કમાઈ, સિંચાઈ અને દવાઈ તેના પર અમે ધ્યાન આપ્યું છે. મારા આદિવાસીના બાળકો ભૂખ્યા ન સુવે તેના માટે અઢી વર્ષથી 80 કરોડ લોકોને અનાજ પહોંચાડીએ છીએ. મારો ગરીબ પરિવાર સારામાં સારી સારવાર લઈ શકે તેના માટે 5 લાખ રૂપિયા દર વર્ષે સારવાર માટે આપીએ છીએ, ગર્ભાવસ્થામાં સારુ ખાવા મળે, જેના માટે માતૃવંદના યોજના થકી કામ કર્યા. દર વર્ષે 6 હજાર રૂપિયા ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખાતામાં નાખીએ છીએ. ખાતરની થેલી અમે લાવીએ છીએ 2000 માં અને આપીએ છીએ 260 રૂપિયામાં થેલી આપીએ છીએ, સરકાર બોજ વહન કરે છે. ગરીબનું ઘર બને, ટોયલેટ, બને, વિજ કનેક્શન મળે, ગેસ કનેક્શન મળે તેના માટે કામ કર્યું છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: PM Modi Live

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन