Home /News /national-international /

ગોરખપુરમાં PM મોદીએ કહ્યું, “અફવા ફેલાવવી વિપક્ષની ટેવ'

ગોરખપુરમાં PM મોદીએ કહ્યું, “અફવા ફેલાવવી વિપક્ષની ટેવ'

ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પીએમ કિસાન યોજનાનો પ્રારંભ કરાવતા નરેન્દ્ર મોદીએ અગાઉની સરકારો પર હુમલો કર્યો હતો.

ગોરખપુરમાં વડા પ્રધાન મોદીએ અનેકવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરાવ્યું, આ સાથે જ 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો પણ પ્રારંભ કરાવ્યો

    ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 'પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ' યોજનાનો પ્રાંભ કરાવ્યો હતો. તેમણે દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 જમા કરાવ્યા હતા. આ યોજનાના ઉદ્દઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જો દેશના 55 વર્ષના સાશનની સરખામણી પાછલા 55 મહિનાના સાશન સાથે કરવામાં આવે તો, 55 મહિના 55 વર્ષ પર ભારે પડશે.

    વડા પ્રધાન મોદીએ ગોરખપુરના ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના મેદાનથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી દેશના ખડૂતોને સંબોધન કર્યુ. તેમણે કહ્યું, “ આજનો દિવસ ઇતિહાસમાં નોંધાશે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો તે જ મંત્ર આટલા વર્ષો બાદ કિસાનના ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યાં છે. અગાઉની સરકાર ખેડૂત વિરોધી હતી. અમારું લક્ષ્ય વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. હું માત્ર ચૂંટણી લક્ષી જાહેરાતો નથી કરતો.”

    વડા પ્રધા ન મોદીએ આ યોજનાને આઝાદી પછી ખેડૂતો માટેની સૌથી મોટી યોજના ગણાવી છે. તેમણે કહ્યું, “ ચૂંટણી આવતાની સાથે જ અમુક લોકોને ખેડૂતની દેવા માફી યાદ આવે છે. અમારી સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં સીધા 75,000 કરોડ જમા કરાવશે.”

    100માંથી 90 ખેડૂતને લાભ મળશે
    વડા પ્રધાન મોદીએ કહ્યું, કે અગાઉની સરકાર ચૂંટણીનો લાભ લેવા યોજના બનાવતી જેમાં પોતાના માણસોને જ લાભ આપવામાં આવતો જ્યારે અમે દરેક ખેડૂતોને કાયમી લાભ આપવાનું વિચાર્યુ અમે દર વર્ષે ખેડૂતોને લાભ આપીશું. દર 100માંથી 90 ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

    મને પણ પ્રસાદ વહેચતા આવડતું હતું
    વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે વિરોધપક્ષની લલચામણી જાહેરાતોની જેમ મને પણ દેવા માફીનો પ્રસાદ વહેંચતા આવડતો હતો પરંતુ જેનો લાભ મળવાનો જ નથી તેવી ખોટી જાહેરાતો કરી અને હું પાપ કરવા માગતો નથી, પરંતુ કર્જ માફી જાહેર કરી અને હું કોંગ્રસની જેમ ગણ્યાગાઠા લોકોને લાભ કરાવવા માંગતો નહોતો.

    મહામિલાવટ પર મોદી ભારે પડશે
    વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મહામિલાવટી લોકોને 10 વર્ષમાં એક વાર જ ખેડૂતો યાદ આવે છે અને દેવા માફીની જાહેરાતોનો તાવ ચઢવા લાગે છે. ખોટું બોલવું અફવા ફેલાવી આ લોકોની જન્મજાત આદત છે. આ પૈસા તમારો હક્ક છે, હું નહીં કોઈ પણ લઈ નહીં શકે. આ મહામિલાવટ પર મોદી ભારે પડશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: PM-KISAN, Union Budget 2019, ખેતીવાડી, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन